
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૨ ફેબ્રુઆરી : અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ- સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ આર. હુંબલ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. સરહદ ડેરી સર્કલ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. સરહદ ડેરીના ડીરેક્ટરશ્રીઓએ રાજ્યમંત્રી નું કચ્છી શાલ અને પાઘડીથી સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કે. બુધ્ધભટ્ટી, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી પાર્થભાઈ કે. સોરઠિયા, અંજાર નગરપાલિકા દંડક કલ્પનાબેન ગોર, અગ્રણી દેવજીભાઇ વરચંદ, હિતેનભાઈ વ્યાસ,બી.એન.આહીર સહિતના આગેવાન ઓ અને સરહદ ડેરીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર ઓ અને કર્મચારીગણ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.






