MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદમા યોજાશે કિશાનશભા ખેડૂતોના ફાળાથી યોજાશે કિશાનશભા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ કરી જાહેરાત

તા.22/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે “કિશાન ક્રાંતિ સભા” નામથી ઓળખાતી આ મહાસભા આવતીકાલે 23 ફેબ્રુઆરીએ મુળી તાલુકાના ગઢાદ ગામે યોજાશે આ સભા સ્વયંભૂ રીતે અને ખેડૂતોના ફાળો એકત્ર કરીને યોજાઈ રહી છે ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહે તેવી આ ઘટના હશે તેવું રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું રાજુ કરપડાએ જણાવ્યું હતું કે “મને આનંદ છે કે હજારો ખેડૂતો મારા ખંભે હાથ મૂકીને મારી સાથે ઉભા છે ગુજરાતના તમામ ખેડૂતોને આ સભામાં જોડાવા અપીલ કરું છું ” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કેટલીક રાજકીય પાર્ટીઓ તેમના વિરુદ્ધ કાદવ ઉછાળવાના પ્રયત્નો કરી રહી છે અને ખેડૂત આગેવાનોને પતાવવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે આ મહાસભા દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને આગામી સમયમાં વધુ મોટી લડત શરૂ કરવાની દિશામાં સંકેત આપવામાં આવ્યો છે આયોજકોના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય સમિતિના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે – આપ સૌનો ભાઈ રાજુ કરપડા

Back to top button
error: Content is protected !!