
વિજાપુર તાલુકાના માઢી ગામે આશ્રમ માઢી પેઢામલી રોડ ખાતે વિશાળ મફત મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માઢી થી પેઢામલી રોડ ખાતે આવેલ કૌશલ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કંચનહીરા આયુર્વેદિક હોસ્પિટલ, માઢી આશ્રમ, આયોજિત વિશાળ મફત મેડિકલ નિદાન તથા સારવાર કેમ્પ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અમદાવાદના અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિવિધ રોગોના નિદાન અને સારવારની સેવા આ પવામાં આવી હતી.
આ કેમ્પમાં 500 થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી સારવારનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન મફત એક્સ-રે, લેબોરેટરી તપાસ, કાર્ડિયોગ્રામ (ECG) તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આટલી આધુનિક સુવિધાઓ સાથેનો મેડિકલ કેમ્પ યોજાતા સ્થાનિક લોકોએ આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમતી કેયુલબેન કવિતભાઈ શાહ તથા ડૉ. કવિતભાઈ વી. શાહ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં લાભાર્થી દર્દીઓ માટે ચા-દૂધની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શેઠશ્રી હીરાલાલ ડાહ્યાલાલ શાહ (ચોખાવાલા પરિવાર), પુણે (જયરાજ ગ્રુપ)ના સૌજન્યથી આયોજિત આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી.





