દાહોદ રેલવે કેન્ટીન પર લાગ્યા ગેસની બોટલ ન હોવાના નોટિસ બોર્ડ યુદ્ધની અસર હવે રેલવે કર્મચારીઓની જમવાની થાળી સુધી પહોંચી.

તા.૧૬.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલવે કેન્ટીન પર લાગ્યા ગેસની બોટલ ન હોવાના નોટિસ બોર્ડ યુદ્ધની અસર હવે રેલવે કર્મચારીઓની જમવાની થાળી સુધી પહોંચી
એલપીજી ગેસના કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદની આ રેલવે કેન્ટીનને બંધ કરવાની ફરજ પડી છે દાહોદના રેલવેના કારખાનામાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓની જમવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે અંગ્રેજોના સમયથી ચાલતી આવી રહી છે આ રેલ્વેની કેન્ટીન જેમાં શુદ્ધ સાત્વિક અને હાઈજેનિક પૌષ્ટિક ભોજન તથા ચા નાસ્તાની વ્યવસ્થા પણ વર્ષો વર્ષથી નજીવી કિંમતમાં કર્મચારીઓને આપવામાં આવતી હતી બપોરના લંચની વાત કરીએ તો માત્ર 30 રૂપિયા જેટલી નજીવી કિંમતમાં રેલવેના કર્મચારીઓ માટે દાળ ભાત રોટલી શાક પાપડ અને છાશ આપવામાં આવતી હતી જેનો મોટી સંખ્યામાં કર્મચારીઓ લાભ લેતા હતા પરંતુ હાલ ચાલી રહેલા અમેરિકા ઈઝ્રાયલ ઈરાન યુદ્ધના કારણે સમગ્ર દેશમાં LPG CNG અને પેટ્રોલિયમ પ્રોડક્ટની અછત હોય લોકોમાં ભય અને પેનિક જોવા મળી રહ્યો છે તો ક્યાંકને ક્યાંક લોકોના રસોડા રેસ્ટોરન્ટ હોટેલ અને કેન્ટીનમાં LPG બોટલની થઈ રહેલી તકલીફોથી લોકો પરેશાન છે ત્યારે હવે કેન્ટીન બહાર બોર્ડ લખેલી નોટિસ ગેસ કા સિલિન્ડર ઉપલબ્ધ ન હોનેકી વજહ સે કેન્ટીંગ બંધ રહેગા એ વાંચીને લોકોને પાછા ફરવાની નોબત આવી છે ત્યારે વહેલી તકે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા થાય અને લોકોને મળતી જમવાની વ્યવસ્થા ફરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે





