GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણના કાનપર ગામે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણાધીન પુલની બાંધકામ સાઈટની અચાનક મુલાકાત લેતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૯/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મંત્રીશ્રીએ ગોંડલના મોટા દડવા ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને પૂર સંરક્ષણ દિવાલનું નિરીક્ષણ કર્યું

Rajkot, Jasdan: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે જસદણ, ગોંડલ અને રાજકોટ પંથકને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ જસદણ તાલુકાના કાનપર ગામે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણાધીન જસાપર-કાનપર પુલની બાંધકામ સાઈટની અચાનક મુલાકાત લીધી હતી. અને મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

આ ઉપરાંત, મંત્રીશ્રીએ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામ ખાતે નિર્માણ પામી રહેલી પૂર સંરક્ષણ દિવાલનું નિરીક્ષણ કરીને સબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. તેમજ મંત્રીશ્રીએ મોટા દડવામાં રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી આંગણવાડીનું વિધિવિધાન મુજબ ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે સરપંચ શ્રી ભૂપતભાઈ વાળા, મુખ્ય સેવિકા શ્રી નયનાબેન મહેતા સહિત આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!