
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા. 23 માર્ચ : તાજેતરમાં કચ્છ માંડવીની શેઠ શૂરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીનો વિદાય સમારોહ અને વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય આપતા કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશ બારડએ જણાવ્યું હતું કે વિદાય એ જીવનની નવી શરૂઆત છે અને તમે જ્યારે ત્રણ વર્ષની યાદોને સાથે લઈને જીવનપથ પર નવી કેડી કંડારવા આગળ વધી રહ્યા છો ત્યારે જીવન મૂલ્યો જાળવીને ઉત્તરોતર પ્રગતિના પંથે પ્રયાણ કરી ઉજવળ કારકિર્દી બનાવી કોલેજનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જેતબાઈ દેવરાજ ગઢવી(ગુજરાતી), અંજલીબેન ગઢવી(કોમર્સ), અર્ચિતાબેન તન્ના(અંગ્રેજી), ખુશીબેન રાજગોર(સમાજશાસ્ત્ર), જાનકીબેન મોતા(ઇતિહાસ) સહિત પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તથા વર્ષ દરમિયાન યોજાયેલ જુદી જુદી પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર પૃથ્વીરાજસિંહ ચાવડા, ધ્રુવરાજસિંહ જાડેજા, પ્રદીપ કન્નડ (એન.સી.સી.), યુથ ફેસ્ટિવલમાં પ્રીતિ ધીરાવાણી, માનસી સંગાર (નાટક), રમત ગમત ક્ષેત્રમાં કમશ્રીબેન સાખરા (કબ્બડી)નું પુરસ્કાર, પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.કોલેજના અધ્યાપક ડો. ભૂમિબેન દોશી (પી.એચ.ડી. પૂર્ણ) તથા ભવિષાબેન મઢવી અને બંસરીબેન કષ્ટા (પી.એચ.ડી.માં પ્રવેશ)ને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.વિદાય સમારોહમાં કોલેજના વિદ્યાર્થી દેવ સાધુ, આરતી કન્નડ, વીરબાઈ ગઢવી, પ્રીતિ ધીરાવાણી, ખીમશ્રી ગઢવી, જાનકી મોતા, માધવી ગઢવી, હરિ સેડા, અર્ચિતા તન્ના, મનોજ ગઢવી, મંજુલા મહેશ્વરી, ક્રિષ્ના ગઢવીએ પોતાના અનુભવો રજુ કરી પ્રતિભાવો આપ્યા હતા. કાવ્યા વાસાણીએ કાવ્ય અને અર્જુન ગઢવી તથા પ્રદીપસિંહ તુવરએ ગીત રજૂ કર્યું હતું.કાર્યક્રમમાં અલગ અલગ સત્રનું સંચાલન પ્રીતિ ધીરાવાણી, માનસી સંગાર, જાનકી મોતા, ખીમશ્રી ગઢવી તથા જ્હાન્વી રાજગોરએ સંભાળ્યું હતું. જયારે આભારવિધિ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશકુમાર બારડના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો વિપુલ ગજ્જર, ડો. વિભા વ્યાસ, ડો. જિજ્ઞાસા ભટ્ટ, ડો. કિર્તીદા વ્યાસ, ડો. ભૂમિ દોશી, ભવિષા મઢવી, બંસરી કષ્ટા, બંસી ગઢવી, તિતિક્ષા ઠક્કર, રિદ્ધિ ગોર, વૃત્તિ પેથાણી, અવેશ સુમરા, શાંતિલાલભાઈ ડાંગેરા, હિનાબા જાડેજા, હેતલ શાહ, પાયલ જોષી, કાજલ મોતા, રામ ગઢવી તથા મોહસીન બકાલીએ જહેમત ઉઠાવી હતી.














