GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેરાઈ માતાજીના ૧૨મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન.

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરના કલાલ ઝાપા વિસ્તારમાં બિરાજમાન દશાલાડ જ્ઞાતિના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના ૧૨ મા પાટોત્સવ ની આજે ચૈત્ર સુદ સાતમના પવિત્ર દિવસે ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞ અને પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના આશીર્વચનનો લ્હાવો ભક્તોએ લીધો હતો. બુધવારે સવારે ૯:૦૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં સાંજે ૬:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. જ્યાં ધર્મસભામાં પૂજ્ય પાદ ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વિશેષ ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી આશીર્વચન પાઠવ્યા હતા.રાત્રિના સમયે દશાલાડ જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિ સમસ્ત માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.પોતાના ઉદ્બોધનમાં શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીએ જીવનમાં ‘સહજતા’ નું મહત્વ સમજાવતા ખૂબ જ સચોટ ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “વૈષ્ણવો અને અમારા વચ્ચે પ્રેમનો આત્મીય નાતો છે. મનુષ્યએ જીવનમાં હંમેશા સહજ બનવું જોઈએ, કઠોર નહીં. જેમ મોઢામાં જીભ સહજ અને નરમ છે એટલે તે લાંબો સમય ટકી રહે છે, જ્યારે દાંત કઠોર હોવાથી સમય જતાં તૂટી જાય છે.”દશાલાડ જ્ઞાતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ રહ્યો હતો અને યજ્ઞના પવિત્ર ધુમાડાથી વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય બની ગયું હતું. જ્ઞાતિના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

 

Back to top button
error: Content is protected !!