KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પશુધારાના ગુન્હાના વોન્ટેડ આરોપીને અલીન્દ્રા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો.

 

તારીખ ૧૨/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓની કચેરી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું રાજ્યભરમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અન્વયે મળેલી જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ આધારે નાયબ પોલીસ અધીક્ષક કાલોલ વિભાગ-કાલોલનાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ જે આધારે આર.ડી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશનનાઓએ આગામી ચૂંટણી અન્વયે અસરકારક વ્યૂહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સ્ટાફને જરૂરી સુચના આપેલ. અરવિંદભાઈ સડીયાભાઈ એ.એસ.આઈ. તથા ભરતભાઈ રામાભાઈ અ.પો.કો. નાઓની સંયુક્ત બાતમી આધારે ગોધરા શહેર “બી” ડીવીઝન પો.સ્ટે.ગુ.ર. નં.૧૧૨૦૭૦૦૨૨૫૦૬૫૨/૨૦૨૫ પ્રાણીઓની સાચવણી અધિનિયમ-૫(૧),૬બી,૬એ,૮(૨),૮(૪),૧૦, ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ ૩૨૫ તથા જી.પી.એક્ટ-૧૧૯ મુજબના કામનો નાસતો-ફરતો આરોપી મહમદઅલી હુસેન રહેમત ઉર્ફે ભોભા રહે.ઇદગાહ મહોલ્લા, ગોધરા નાને અલીન્દ્રા ચોકડી, હોટલ ડીલાઇટ ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી સારું ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!