BHUJGUJARATKUTCH

ઢોરીના ૧૭ વર્ષીય ભારતીબેનને આયુષ્યમાન કાર્ડ થકી કાનની નિ:શુલ્ક સર્જરી-સારવાર મળતા દર્દ સાથે સાંભળવાની સમસ્યા દૂર થઇ

"આયુષ્માન કાર્ડ: આરોગ્ય સુરક્ષાનું કવચ, દરેક પરિવારનો વિશ્વાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૧ જૂન : આયુષ્યમાન કાર્ડે અનેક દર્દીઓના જીવનમાં નવો ઉજાશ પાથર્યો છે. જેમાં ભુજ તાલુકાના ઢોરીના ૧૭ વર્ષના ભારતીબેન માવજી બત્તાનો સમાવેશ થાય છે. ૧૦ વર્ષની ઉંમરથી ભારતીબેનને ડાબા કાનમાંથી પરુ અને પાણી આવવાની સમસ્યા સાથે ઓછું સંભળાતું હતું. ગામની આશા કાર્યકર દ્વારા ઘર મુલાકાત દરમિયાન દર્દીની સમસ્યાની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીની આયુષ્માન આરોગ્ય મંદિર ઢોરી CHO દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ઉચ્ચ સારવારની જરૂરિયાત જણાતા યોગ્ય માર્ગદર્શન આપવામાં સાથે દર્દીનું આયુષ્માન કાર્ડ બનાવવામાં સહાય કરવામાં આવી હતી. આ દરમિયાન પરિવારને ખર્ચ અંગે ચિંતા હતી પરંતુ સારવારનો ખર્ચ PM-JAY હેઠળ આવરી લેવાશે તેવું પરિવારને સમજાવવામાં આવતા પરિવારજનો ચિંતામુક્ત બની દર્દીની સર્જરી કરાવવા તૈયાર થયા હતા.CHO દ્વારા દર્દીને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે રીફર કરવામાં આવતા ત્યાં ENT નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવતા Cholesteatoma સાથે Chronic Otitis Media નું નિદાન થયું હતું. જે બાદ ભારતીબેનની સફળતાપૂર્વક Tympanoplasty, Cortical Mastoidectomy અને Ossicular Reconstruction સર્જરી કરવામાં આવી હતી.

આ અંગે ભારતીબેને જણાવ્યું હતું કે, સરકારની મદદના કારણે મારા પરિવારને કોઇ આર્થિક બોજ સહન કરવો પડ્યો નથી. PM-JAY યોજના હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર મને પ્રાપ્ત થઇ છે. સર્જરી સફળ થતાં કાનમાંથી પરુ આવવાની તકલીફ દૂર થઈ છે સાથે સાંભળવાની ક્ષમતામાં સુધારો થયો છે. “આયુષ્માન આરોગ્ય મંદિર, આશા કાર્યકર, CHO અને PM-JAY યોજનાના સંકલિત પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ દર્દીઓને પણ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર મળી રહી છે જેના પરિણામે જ એક દીકરીના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!