KALOL(Panchamahal)PANCHMAHAL

ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: કાલોલમાં પ્રાંત, મામલતદાર અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

તારીખ ૨૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ અને કાલોલ મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરીને અંદાજિત ૧૫ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સગનપુરા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સ્થળ પરથી રેતી અને ડમ્પરો પકડવામાં આવ્યા છે.ગામના સર્વે નં. ૨૦૭૪ વાળી સરકાર હસ્તકની જમીનમાં ખાણ-ખનીજ ખાતાની કોઈપણ જાતની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક જપ્તીની કાર્યવાહી કરાઈ હતી. વેજલપુર ખાતે સર્વે નંબર ૨૦૭૮ ખેતી લાયક જમીન ફારૂક એહમદ અબ્દુલ સતાર પાડવા નામના વ્યક્તિએ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર રેતીનો સ્ટોક કરી વેચાણ કરતો હોય તમામ સ્ટોક સીઝ કરવામાં આવ્યો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સગનપુરા ગામમાં ગૌચરની જમીનમાં , વિષ્ણુ ઉર્ફે બડો અને ગીરીશભાઈ શાહ અને વિષ્ણુભાઈ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે, જેમના વિરુદ્ધ આગામી સમયમાં આકરી કાર્યવાહી કરવામાં આવનાર છે.ઘુસર ગામે ડુંગરાળ વિસ્તારમાં આવેલી જમીન હુસેના ઈબ્રાહિમ અને અન્ય વ્યક્તિઓના નામે ચાલતી સર્વે નં. ૩૦૨, ૩૦૧, ૨૯૪, ૨૯૮, ૨૯૩ અને ૨૮૬,૩૦૪ વાળી જમીનોમાં તપાસ હાથ ધરાઈ હતી.જમીન ભાડે આપી ,આ જમીનોમાં માટી ઉપાડવા કે રેતી કાઢવાની કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું.કેટલીક જગ્યાએ બિનખેતી (NA) પરવાનગી મેળવેલ હોવા છતાં, તથા અન્ય જમીનોમાં કોઈપણ મંજૂરી વગર માટીનું ખનન કરી ઉપયોગમાં લેવાતી હોવાનું જણાયું હતું.વધુમાં, ખેતીની જમીનમાંથી માટીનું ખનન કરીને તેનું બારોબાર વેચાણ કરતા તત્વો સામે દંડ ફટકારવાની તેમજ શરત ભંગની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!