ANKLESHWARBHARUCH
અંકલેશ્વર ભક્તિ ભાવ અને શ્રદ્ધા સાથે દશામાની પ્રતિમાઓનું ભાવ ભેર વિસર્જન કરવામાં આવ્યું

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર
હિન્દુ મહિનાની અષાઢ ના અમાવસ્યાના દિવસે ભક્તો તેમના ઘરમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે વ્રતો ધારણ કરનાર ભક્તો આ વ્રત ધારણ કરે છે તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર 10 ગાંઠોના દોરો પહેરે છે અને દિવસમાં એક વાર જમે છે દરરોજ સવાર સાંજ દસામાની પૂજા આરતી કરે છે અને વ્રત કથાનું વાંચન કરે છે અને પ્રસાદી ગ્રહણ કરે છે વ્રત 10 દિવસ સુધી ઉજવાય છે અંતિમ દિવસે ભક્તો જાગરણ કરે છે વ્રત પૂર્ણ થઈ વહેલી પરોઢે મૂર્તિ ને નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ વ્રત મહિલાઓ દ્વારા તેમના પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.








