BHUJGUJARATKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા – ૨૨ ઓગસ્ટ : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન એ.બી.આર.એસ.એમ ગુજરાત વિદ્યાલય શિક્ષાના ઘટક પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન સંઘ કાર્યાલય ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત સરસ્વતી વંદનાથી જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા દ્વારા કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત જિલ્લા સહ સંગઠન મંત્રી અનિલભાઈ રાઠોડએ કર્યું હતું.બેઠક ઍજન્ડા મુજબ ગત મિટિંગના પ્રોસિડિંગનું વાંચન જિલ્લા મહામંત્રી મયુરભાઈ પટેલએ કર્યું હતું જેને ઉપસ્થિત સર્વેએ બહાલી આપી હતી. ત્યારબાદ તમામ તાલુકા અધ્યક્ષશ્રીઓ દ્વારા વાર્ષિક સદસ્યતા વૃત્ત, ગુરુવંદન કાર્યક્રમ નું વૃત્ત, મંડલ રચના વૃત, હમારા વિધાલય હમારા તીર્થ વૃત તથા તાલુકામાં પ્રાંત અને જિલ્લા સ્તરના પદાધિકારીઓના પ્રવાસ અંગેનું વૃત નિવેદન કર્યું હતું.સંગઠનમાં મહિલા સહભાગીતા વૃદ્ધિ પર જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ એ વિષય પર વિશેષ ભાર મુક્યો હતો. રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા સક્રિય થવા આહવાન કર્યું હતું. રાજયમંત્રી રમેશભાઈ ગાગલ એ સંઘ શતાબ્દી વર્ષ અન્વયે કાર્ય વિસ્તાર અને ગુણાત્મક કાર્ય વૃદ્ધિ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ તાલુકાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે તાલુકા અધ્યક્ષ/મહામંત્રીશ્રી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના ઉકેલ માટે આગામી સમયમાં જિલ્લા ટીમ દ્વારા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પરીણામ લક્ષી રજુઆત કરવામાં આવશે. મુન્દ્રા તાલુકા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ તરીકે ડૉ. મોહનભાઈ પરમાર અને મહામંત્રી તરીકે ચેતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેનું જિલ્લા ટીમ અને સદસ્યો દ્વારા ઓમકારના ઉદઘોષ સાથે બહાલી આપવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી અધ્યક્ષીય ઉદબોધનમાં જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજાએ રચનાત્મક કાર્યો, શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા, નિયમિત તાલુકા બેઠકો યોજવા, કચેરી મુલાકાત કરવા તમામ તાલુકા અધ્યક્ષ/ મહામંત્રી ઓને જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા મહામંત્રી મયુરભાઈ પટેલએ અને આભારવિધિ કલ્યાણમંત્ર દ્વારા સંભાગ મહિલા સંગઠનમંત્રી રાખીબેન રાઠોડએ કરી હતી. કાર્યક્રમમાં તમામ તાલુકા મહામંત્રી અને અધ્યક્ષ, જિલ્લા કારોબારી સદસ્યો સહિત બહોળી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!