GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સ્ટેશન રોડ પર ફોન બુક મોબાઇલ શોપના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી.

તારીખ ૨૩/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સ્ટેશન રોડ પર આવેલી ‘ફોન બુક મોબાઇલ શોપ’ના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટ ગોધરાના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ગોધરા એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન સ્ટેશન રોડ પર આવેલી ‘ફોન બુક મોબાઇલ શોપ’ ખાતે તપાસ કરતા, દુકાનદાર નવા તથા જૂના મોબાઇલ ફોનનું વેચાણ કરતા હોવા છતાં તેનું નિર્ધારિત રજિસ્ટર યોગ્ય રીતે નિભાવતા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી સંચાલક મીહીર સુનીલકુમાર શાહ (રહે. કાછીયાવાડ, કાલોલ) સામે નવા-જૂના મોબાઇલના વેચાણ અંગેનું રજિસ્ટર રાખવું ફરજિયાત હોવા છતાં રજિસ્ટર ના રાખતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાયો.આ મામલે કાલોલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!