MORBI:મોરબીના ખરેડામાં મગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં આધેડ પર પથ્થરમારો

MORBI:મોરબીના ખરેડામાં મગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં આધેડ પર પથ્થરમારો
મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં વાડી પડોશીએ મગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં ઉશ્કેરાઈને એક આધેડ પર પથ્થર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કાનના ભાગે ગંભીર ઈજા પહોંચાડવા બદલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ખરેડા ગામે રહેતા ૫૫ વર્ષીય બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયાએ પોતાની વાડીમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વાવેતર કરેલા મોલની અંદર તેમના જ ગામના રમેશભાઈ કુગસીયાએ ટ્રેક્ટર ચલાવ્યું હતું. બચુભાઈએ વાવેતર બગાડવાની ના પાડી ટ્રેક્ટર ચલાવવાની મનાઈ કરતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપી રમેશભાઈ કુગસીયાએ ગુસ્સામાં આવી હાથમાં રહેલો પથ્થર બચુભાઈને કાનના ભાગે મારી દેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે ઈજાગ્રસ્ત આધેડે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







