GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મચ્છોનગર પાસે તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો ૮૪.૫ હજારની રોકડ સાથે ઝડપાયા

 

MORBI:મોરબીના મચ્છોનગર પાસે તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો ૮૪.૫ હજારની રોકડ સાથે ઝડપાયા

 

મોરબી શહેરના મચ્છોનગર વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમી રહેલા છ ઈસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મચ્છોનગર પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:બાલુભાઈ રેવાભાઇ ખીટ ,ચકુભાઈ ઉર્ફે ખોડાભાઈ થોભણભાઈ પરસાડિયા ,છનાભાઈ ખોડાભાઈ રાતડિયા ,રાજુભાઈ બાબુભાઈ ચાવડિયા ,વિપુલભાઈ બેચરભાઈ લામકા ,રાજુભાઈ અરજણભાઈ રાઠોડ (તમામ રહે. મચ્છોનગર, મોરબી) પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૮૪,૫૦૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!