TANKARA:લેન્ડ ગ્રેબિંગ કેસ: ટંકારાના બંગાવડી ગામમાં વડીલોપાર્જિત જમીન પચાવી પાડનાર કૌટુંબિક ભાઈ સામે ગુનો દાખલ

TANKARA:લેન્ડ ગ્રેબિંગ કેસ: ટંકારાના બંગાવડી ગામમાં વડીલોપાર્જિત જમીન પચાવી પાડનાર કૌટુંબિક ભાઈ સામે ગુનો દાખલ
ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં વડીલોપાર્જિત કિંમતી જમીન પર કૌટુંબિક ભાઈએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદ ખાતે રહેતા અને પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત મેનેજરે ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ બંગાવડી ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ૬૮ વર્ષીય નિવૃત્ત બેંક મેનેજર ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રાએ આરોપી સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રા (રહે. બંગાવડી, તા. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બંગાવડી ગામમાં આવેલી સર્વે નંબર ૧૮૫/૧ પૈકી ૨ વાળી કુલ ૧ હેક્ટર ૨૯ આરે ૫૦ ચોરસ મીટર વડીલોપાર્જિત જમીનમાંથી આરોપી સુરેશભાઈ કાસુન્દ્રાએ તા. ૦૨/૦૧/૨૦૨૪ થી ૧ હેક્ટર ૧૫ આરે ૩૫ ચોરસ મીટર જેટલી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. આરોપીએ આ જમીન પર વાવેતર કરી તેને પચાવી પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ મામલે ટંકારા પોલીસે નિવૃત્ત બેંક મેનેજરની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ) ની કલમ ૩, ૪(૧)(૩) અને ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.







