કાલોલ ની બાકરોલ પ્રાથમિક શાળામાં નિપુણ ગુજરાત કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓનાં માતાઓને કરાયા માર્ગદર્શિત.

તારીખ ૨૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
નિપુણ ગુજરાત અંતર્ગત” મારું બાળક નિપુણ બાળક”ના હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં માતા જૂથની રચના કરવામાં આવેલ છે જે અંતર્ગત તા-૨૨/૦૮/૨૦૨૬ના રોજ શાળામાં માતૃ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શિક્ષકો દ્વારા માતૃ બેઠકમાં બાળકોની શૈક્ષણિક પ્રગતિ પર ચર્ચા, ઘરે અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ, સ્વચ્છ આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, બાળકોમાં સારા સંસ્કાર અને મૂલ્યોનો વિકાસ તેમજ વાલી-શિક્ષકના સહયોગથી વિદ્યાર્થીઓને નિપુણ બનાવવા માટે વિદ્યાર્થીઓના માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.માતા જૂથના માધ્યમથી “માતૃ શક્તિ બાળકની પ્રગતિની ભક્તિ”ઉદ્દેશને સાકાર કરી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે શિક્ષણનું મહત્વ,બાળકોની શાળામાં નિયમિત હાજરી તેમજ નિયમિત રીતે બાળકોની શૈક્ષણિક પ્રગતિ બાબતે બાળકોના માતાઓ સાથે ચર્ચા કરવામાં આવી.માતૃ બેઠકમાં સૌ સાથે મળીને દરેક બાળકને નિપુણ, આત્મવિશ્વાસી અને ઉત્તમ નાગરિક બનાવીએ એ સંકલ્પ કરવામાં આવ્યો.






