NATIONAL

દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ (H1N1) અને મોસમી ઈન્ફ્લુએન્ઝાના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો, 1777 કેસ નોંધાયા

દેશની રાજધાની દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ (H1N1) તેમજ મોસમી ઈન્ફ્લુએન્ઝાના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના કેસો 1,777ને વટાવી ગયા છે, જેમાં ગુરુવારે એક જ દિવસમાં 114 નવા દર્દીઓ સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી જાહેર આરોગ્ય જાહેર કરી છે અને નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા તેમજ વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે.

દિલ્હીમાં આ વર્ષે કુલ ઈન્ફ્લુએન્ઝાના 2,602 કેસ નોંધાયા છે. તેમાંથી 2,392 દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા-A અને 210 દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા-Bથી સંક્રમિત થયા છે. ઈન્ફ્લુએન્ઝા-A કેટેગરીમાં સૌથી વધુ પ્રભાવી H1N1 (સ્વાઈન ફ્લૂ) સ્ટ્રેઈન છે, જેના 1,777થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત H3, H1 અને અન્ય સબટાઈપ્સના કેસો પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન દિલ્હીમાં 2,300થી વધુ ઈન્ફ્લુએન્ઝા-Aના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

Back to top button
error: Content is protected !!