GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ ઝડપાયા :મકાનમાલિક ફરાર

 

MORBI:મોરબીના લાલપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ ઝડપાયા :મકાનમાલિક ફરાર

 

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં આવેલી સોસાયટીમાં દરોડો પાડીને એક મકાનમાંથી ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી સાત જુગારીઓને કુલ રૂપિયા ૩૮,૫૦૦ની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે મકાનમાલિક ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરહદી રેન્જ ભુજ અને મોરબી જિલ્લા પોલીસ વડાની પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના મુજબ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે લાલપર ગામે રાધે હોટલ પાછળ આવેલી વિશાલદિપ કમ્પાઉન્ડ સોસાયટીની પ્રથમ શેરીમાં ભરતભાઈ કાંતિલાલ મહેતાના મકાનના બીજા માળે જુગાર રમાઈ રહ્યો છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા સાત ઈસમો ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ:૧. મુકેશભાઈ લખમણભાઈ ઠોરીયા (રહે. જવાહર સોસાયટી, ભડીયાદ કાંટે, મોરબી) ૨. ગોપાલભાઈ મોહનભાઈ ડાભી (રહે. સો-ઓરડી, શેરી નં. ૦૧, મોરબી) ૩. જયંતીભાઈ રવજીભાઈ ડાભી (રહે. રાધે હોટલ પાછળ, લાલપર) ૪. અમીતભાઈ દિનેશભાઈ ઠોરીયા (રહે. રાધે હોટલ પાછળ, લાલપર) ૫. રાજેશભાઈ રમેશભાઈ સનારીયા (રહે. શીતળા માતાજી મંદિર પાસે, મહેન્દ્રનગર) ૬. પંકજભાઈ જીવરાજભાઈ પરમાર (રહે. ભીમરાવનગર, વી.સી.પરા, મોરબી) ૭. મનોજભાઈ હીરાભાઈ પરમાર (રહે. ટીબડી પાટીયા પાસે, મોરબી)

ફરાર આરોપી:ભરતભાઈ કાંતિલાલ મહેતા (રહે. વિશાલદિપ કમ્પાઉન્ડ સોસાયટી, લાલપર) પોલીસે સ્થળ પરથી રૂપિયા ૩૮,૫૦૦/- ની રોકડ રકમ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!