GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસે ત્રણ વર્ષથી નાસતો ફરતો પ્રોહીબિશનનો આરોપી કાલુલાલ ગુર્જરને ઝડપી પાડ્યો 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૮.૨૦૨૬

હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કાલુલાલ ભેરુલાલ ગુર્જરને ઝડપી પાડવામાં હાલોલ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમને સફળતા મળી છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અનુસાર સર્વેલન્સ ટીમ સતત પેટ્રોલીંગ અને તપાસમાં હતી.તપાસ દરમિયાન પ્રકાશકુમાર ઉદેસિંહને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુન્હાનો ફરાર આરોપી કાલુલાલ ભેરુલાલ ગુર્જર હાલોલ બસ સ્ટેશન ખાતે ઉભો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પી.એસ.આઇ. જે.બી. ઝાલા અને ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!