SAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

રાજકોટ રેન્જ ટીમની મોટી સફળતા: ધજાળા પ્રોહીબીશન કેસમાં ૧ વર્ષથી નાસતો-ફરતો રીઢો ગુનેગાર આંકડીયાથી ઝબ્બે

તા.24/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા રીઢા ગુનેગારને પકડી પાડવામાં રાજકોટ રેન્જ સ્ટાફને મોટી સફળતા સાંપડી છે. પકડાયેલ આરોપી અગાઉ ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ તથા મારામારી જેવા ગંભીર ગુન્હાઓમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય નાઓ દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ અન્ય વિસ્તારોમાં ગંભીર ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ, પીએસઆઇ તથા તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને માનવ સોર્સિસ સક્રિય કર્યા હતા. દરમિયાન રાજકોટ રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, ફતેસંગ પરમાર, દિલીપસિહ સિધવ, રાજુભાઇ પઢેરીયા તથા અજયવીરસિહ ઝાલા નાઓને ચોક્કસ બાતમી મળેલ હતી. જેના આધારે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારની ધાંધલપુર ચોકડી પાસેથી આરોપી પ્રદિપ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઇ ચાવડા રહે, આંકડીયા, વિંછીયા રાજકોટને કોર્ડન કરી સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સામે ધજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુ.ર.નં. ૦૨૪૯/૨૦૨૫ (પ્રોહી. કલમ- ૬૫(બી)(સી)(ડી)(ઇ)(એફ), ૮૧) હેઠળ ગુન્હો નોંધાયેલ હતો અને તે છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ ઉપરાંત, આરોપી ભૂતકાળમાં પણ ખૂનની કોશિશ IPC 307, આર્મ્સ એક્ટ અને મારામારી જેવા અનેક વિવાદસ્પદ અને ગંભીર ગુન્હાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેન્જ ટીમે આરોપીને હસ્તગત કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની ઘટતી કાર્યવાહી કરવા માટે સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!