અલીન્દ્રામાં અંધારામાં ચાલતું જુગારધામ ઝડપાયું: કાલોલ પોલીસની કાર્યવાહીમાં 8 જુગારી પકડાયા, એક ભાગી છૂટ્યો.

તારીખ ૦૩/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં મોડી રાત્રે મોબાઈલની ટોર્ચના અજવાળે જુગાર રમી રહેલી મંડળી પર પોલીસે દરોડો પાડી ૮ ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ₹૨૩,૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બુધવારે રાત્રિ પેટ્રોલીંગમાં હતા તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે અલીન્દ્રા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી ૮ ઈસમોને ઝડપી લીધા હતા જેમાં સહેમાન સલામ મોકરીયા (ઉં.વ. ૨૩, રહે. ઘાંચીવાડ, કાલોલ),સીદીક સતાર ઘોડાવાલા (ઉં.વ. ૪૨, રહે. ખડીયાત ફળિયું,કાલોલ), રમઝાન ઈબ્રાહીમ મલાવીયા (ઉં.વ. ૪૦, રહે. સડક ફળિયું, કાલોલ),ફારુક ઈસ્માઈલ ઘોડાવાલા (ઉં.વ. ૪૦, રહે. ઘાંચીવાડ, કાલોલ), મનોજભાઈ નાનાભાઈ રાણા (ઉં.વ. ૪૫, રહે. ઇન્દિરા નગર, કાલોલ),વાકીબઅલી લિયાકતઅલી સૈયદ (ઉં.વ. ૨૫, રહે. કસ્બા વિસ્તાર, કાલોલ), સલામ રઝાક ઘોડાવાલા (ઉં.વ. ૩૮, રહે. કસ્બા વિસ્તાર, કાલોલ) અને જયરાજ ઉર્ફે જયદીપ ઉદેસિંહ સોલંકી (ઉં.વ. ૨૭, રહે. કાશીમાંબાદ સોસાયટી, કાલોલ) જ્યાં પોલીસની રેડ દરમિયાન હારુન ઉર્ફે જગ્ગી સીદીક જરોદીયા (રહે. ઘાંચીવાડ, કાલોલ) નાસી છૂટ્યો હતો.પોલીસે જુગારના દાવ પરથી ₹૬,૭૨૦ અને પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી ₹૬,૪૯૦ મળી કુલ રોકડા ₹૧૩,૨૧૦ તથા ₹૧૦,૦૦૦ની કિંમતના ૨ એન્ડ્રોઇડ મોબાઈલ એમ મળીને કુલ ₹૨૩,૨૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર મફાભાઈની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ગુનો નોંધી જુગાર ધારા કલમ-૧૨ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.







