વેજલપુરમાં કાયદાનો સકંજો: પશુ સંરક્ષણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને 7 મહિને પોલીસે દબોચ્યો.

તારીખ ૦૪/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન, વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના (ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭, ધી પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ અને જી.પી. એક્ટ મુજબ) હેઠળનો વોન્ટેડ આરોપી સુફીયાન ઉર્ફે નિઝામ ફારૂક ટપ રેહવાસી: વેજલપુર, ઘુસર રોડ, તા. કાલોલ, જી. પંચમહાલ પોતાના ઘરની પાછળના ભાગે ઘુસર રોડ પર વળાંકમાં નવી બનેલી મદ્રેસા પાસે ઉભો છે. બાતમીના આધારે વેજલપુર પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







