DHORAJIRAJKOT

ધોરાજી ખાતે યોજાનારી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ

તા.૧૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નિવાસી અધિક કલેક્ટરશ્રી કે.બી.ઠકકરે બેઠકના પ્રારંભે પ્રસ્તુત અધિકારીઓને આવકાર્યા હતા

આગામી પ્રજાસત્તાક પર્વની ધોરાજી ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

કલેક્ટરશ્રીએ ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જે.એન. લિખિયાને માર્ગ અને મકાન વિભાગ, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વગેરે વિભાગો સાથે ઉજવણી અંગેના આયોજન માટે તાત્કાલિક બેઠક બોલાવવા સૂચના આપી હતી. ઉજવણીનું સ્થળ નક્કી કરવા અને તેની સત્વરે મુલાકાત લેવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારી શ્રી લીખીયાએ ભગવતસિંહજી શાળાના મેદાનમાં આ ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું, જેને કલેક્ટર શ્રીએ બહાલી આપી હતી. પાણી પુરવઠા, પી.જી.વી.સી..એલ, આરોગ્ય, શિક્ષણ વગેરે વિભાગોના સંકલનથી જિલ્લા કક્ષાની ઉજવણીને શ્રેષ્ઠ બનાવવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત થનારી વિવિધ સંસ્કૃતિક કૃતિઓ, ટેબ્લોઝ, અને વૃક્ષારોપણ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન,નિમંત્રણ કાર્ડ, એનાઉન્સમેન્ટ વગેરે બાબતો વિશે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉજવણીનું ભગવતીજી શાળાના ગ્રાઉન્ડમાં ૨૪ જાન્યુઆરીએ રીહર્સલ ગોઠવવા અને તેમાં સંબંધિત સર્વે અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જે.એન.લિખિયા આ બેઠકમાં ઓનલાઈન સામેલ થયા હતા અને ધોરાજી ખાતે થનારી ઉજવણી સુઆયોજીત અને શ્રેષ્ઠ રીતે કરવાની ખાતરી ઉચ્ચારી હતી.

આ બેઠકમાં જિલ્લા એપિડેમીક ઓફિસર ડો. નિલેશ રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એસ. કૈલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, કાર્યપાલક ઇજનેર શ્રી કે. એન. ઝાલા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ. પી. વાણવી, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના શ્રી સી.ડી. ભોજાણી તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!