GUJARATRAJKOTUPLETA

ઉપલેટાના ખાખી જાળીયામાં દફન કરાયેલ મહિલાના મૃતદેહને કોઈએ ખોદીને બહાર કાઢ્યો

તા.૨૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટા પંથકમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દફન કરેલી મહિલાના મૃતદેહને ખોદીને કોઈએ બહાર કાઢતા ચકચાર મચી ગઈ છે.

ઉપલેટામાં મહિલાનું અવસાન થતાં તેમના મૃતદેહને ખાખીજાળીયા ગામે દફનાવવામાં આવ્યો હતો. બાદમાં બીજા દિવસે સવારે કોઈ દ્વારા દફન કરાયેલ મહિલાના મૃતદેહને ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મહિલાના પરિવારના સદસ્યો તેમજ ગ્રામજનોને થતા સૌ કોઈ દોડી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ કરતાં પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતા 50 વર્ષીય શાંતાબેન દાનાભાઈ સોલંકી નામના મહિલા થોડા દિવસ પહેલા બીમાર પડ્યા હતા. જેમાં બીમારીની સારવાર લીધા બાદ તેઓનું અવસાન થયું હતું. પરિવાર દ્વારા વિધિવત રીતે તેમની દફનવિધિ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે કરવામાં આવી હતી. અવસાન બાદ અંતિમવિધિ અને દફનવિધિ કર્યાના બીજા દિવસે દફન કરાયેલા મહિલાના મૃતદેહને કોઈએ ખોદી વેરવિખેર કરી બહાર કાઢી નાખતાં પરિવાર તેમજ ગ્રામજનોમાં અચરજ જોવા મળ્યું છે. ઘટના અંગે જાણ કરાતા ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ તેમજ ભાયાવદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

ખાખીજાળીયા ગામે રહેતી મહિલાના અવસાન બાદ તેમના મૃતદેહ સાથે બનેલ આ બનાવમાં તાંત્રિક વિધિ માટે કોઈએ આવું કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે જાણ થતાં મહિલાના પરિવારના સભ્યો તેમજ સમાજના યુવાનો આને આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક મહિલાના પરિવારના સભ્યો દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે આને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખાખી જાળીયા ગામે બનેલ આ બનાવમાં ભાયાવદર પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવીને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. આ મામલામાં હાલ તેમના પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કામગીરી હાથ ધરાઈ છે આને તેમના પરિવારના નિવેદન પરથી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!