RAMESH SAVANI

શિક્ષણમાં નહીં, સ્વ-પ્રચારમાં જ રુચિ !

શિક્ષણમાં નહીં, સ્વ-પ્રચારમાં જ રુચિ !

પોતાની વાહવાહી કરાવવી તેને NPD-Narcissist Personality Disorder કહે છે. નાર્સિસિસ્ટ વ્યક્તિને સદાય પ્રશંસાની ઊંડી ભૂખ રહે છે ! તેને બીજા પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી, માત્ર પોતાના ગીત ગવાય તેની ફિરાકમાં રહે છે. તે જગતના નામાંકિત મનુષ્ય કરતાં પોતાને મહાન માને છે. બધાં પોતાની સ્તુતિ કરે તેવી સતત કોશિશ કરે છે. પોતાનું વ્યક્તિત્વ ચમત્કારી છે, બધાં પર પોતાનો પ્રભાવ પાડવા સતત કસરત કર્યા કરે છે ! તે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવા ગમે તે પગલું ભરે છે. લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનવા ધમપછાડા કરે છે, પોતાની તરફ બીજા લોકોનું ધ્યાન ખેંચાય તેવી યુક્તિઓ અજમાવે છે. નાર્સિસિસ્ટ વ્યક્તિ આત્મકેન્દ્રી હોય છે. તે પોતાને અવતારી માને છે ! તે બીજાને પોતાની વાત મનાવવા ઈચ્છે છે, તે પોતાના મનની વાત કરે છે, બીજાના મનની વાત સાંભળવા તૈયાર હોતી નથી ! તેને બીજાની સલાહ ગમતી નથી. પોતાની જરા પણ આલોચના સહન થતી નથી. તે પોતાની ઈમેજમાં ઘોબો પડે તે સહન કરી શકતી નથી ! એટલે સવાલોનો સામનો કરવાનું ટાળે છે ! પ્રેસ કોન્ફરન્સમાં ઈમેજ ખરડાય તેમ માને છે !

આ એક સાયકોલોજિકલ ડિસઓર્ડર છે. માનસિક સમસ્યા છે. તેના 9 લક્ષણો છે : [1] Sense of self-importance : ‘હું’નું જ મહત્વ. સ્વ-મહત્વની ભાવના હોય છે.. [2] Preoccupation with power, beauty, or success : અસીમિત સફળતા, શક્તિ, પ્રતિભા, સૌંદર્ય, આદર્શ પ્રેમની કલ્પનામાં રાચે છે. તેની ઘેલછા હોય છે. [3] Entitled : પોતે વિશેષ છે, અદ્વિતીય છે, અવતારી છે, પોતાને વિશેષાધિકાર છે, તેવી ભાવના હોય છે. જોહુકમી હોય છે. [4] Can only be around people who are important or special : તે માને છે કે માત્ર ખાસ, મહત્વવાળા લોકો જ પોતાને સમજી શકે છે. પોતાને સર્વોત્તમ માને છે. [5] Interpersonally exploitative for their own gain : તે પોતાના ફાયદા માટે સંબંધ રાખે છે, કામ પત્યું એટલે પાટું મારે ! [6] Arrogant : ઘમંડી હોય છે. [7] Lack empathy : સહાનુભૂતિનો અભાવ હોય છે. મહિલા પહેલવાનોનું યૌન શોષણ થાય/ મહિલાઓની નગ્ન પરેડ થાય/ દલિતો-વંચિતો પર બળાત્કાર થાય તોપણ ચૂપ રહી શકે છે ! [8] Must be admired : પહેલા પ્રશંસા, એના વિના ન ચાલે. [9] Envious of others or believe that others are envious of them : બીજાની સતત તે ઈર્ષ્યા કરે તથા તે માને છે કે બીજા લોકો પોતાની ઈર્ષ્યા કરે છે ! આ 9 લક્ષણોમાંથી જો 5 લક્ષણ હોય તો સારવાર કરાવવી પડે. આવી મનોવૃત્તિને રોકવામાં ન આવે તો આગળ જતા મોટી સમસ્યા બને.

NPDવાળી વ્યક્તિ કોઈ પણ પ્રકારની આલોચના સહન કરી શકે નહીં. તેના કારણે તેનું વર્તન ક્રોધિત બની જાય છે. પોતાને શ્રેષ્ઠ દેખાડવા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે ! પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂંસીને નાની કરવા પ્રયત્ન કરે છે ! અસુરક્ષાનો એહસાસ કરે છે, અપમાન થયાની ભાવના રાખે છે. નાર્સિસિસ્ટ વ્યક્તિ જીવનમાં દુ:ખી અને અધૂરી રહે છે. તેમને ડિપ્રેશન/ ટેન્શન/ આત્મહત્યાના વિચાર આવે છે. તેમને કાઉન્સલિંગ/ થેરેપી/ ટ્રીટમેન્ટની જરુર પડે. નાર્સિસિસ્ટ વ્યક્તિત્વ માટે મુખત્વે જવાબદાર છે : પરિવારનું વાતાવરણ. માતા-પિતા-ભાઈઓ સાથે સંબંધોમાં તણાવ અથવા વધુ પડતો લગાવ. બાળપણમાં સારી રીતે ઉછેરમાં ખામી. આજુબાજુના વાતાવરણમાં તણાવ હોય. લગ્નજીવનમાં તણાવ હોય. મન, વ્યવહાર અને વિચાર વચ્ચેના સંબંધમાં અસંતુલન હોય.

આપણા વડાપ્રધાનને જૂઓ. તેઓ નાર્સિસિસ્ટ વ્યક્તિત્વના બધાં ગુણો ધરાવે છે. 11 માર્ચ 2024ના રોજ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કઠોદરા પ્રાથમિક શાળાના ધોરણ 8 અને 5 ના બાળકો માટે સ્કૂલબેગ મોકલાવી હતી, આ બેગ પર વડાપ્રધાનનો ફોટો છે ! સરકારી અનાજ માટેની બેગ પર વડાપ્રધાનનો ફોટો છે ! COVID-19 Vaccination સર્ટિફિકેટમાં વડાપ્રધાનનો ફોટો છે ! નાર્સિસિસ્ટ વ્યક્તિને ગોદી મીડિયાની 24 કલાકની સ્તુતિ પણ ઓછી જ પડે ! વડાપ્રધાન શિક્ષણને મહત્વ આપતા હોય તો સ્કૂલબેગ પર તેમની તસ્વીર શોભે ! પરંતુ તેઓ શિક્ષણને બિલકુલ મહત્વ આપતા નથી. સરકારી શાળાઓના બદલે ખાનગી શાળાઓને મહત્વ આપે છે ! સરકારી શાળાઓમાં નિયમિત શિક્ષકોની ભરતી થતી નથી. શાળાના ઓરડાઓ અપૂરતાં હોય છે. નવી શિક્ષણ નીતિ મુજબ GDPના 6% જેટલું ખર્ચ સરકારે શિક્ષણ માટે કરવાનું છે. આ નીતિ પછી ગુજરાત સરકાર અને ભારત સરકારનાં ચાર બજેટ આવ્યાં. તેમાં એ પ્રમાણે ખર્ચ થયો નથી. ગુજરાત સરકાર GDPના આશરે 1.7% અને ભારત સરકાર આશરે 0.6% ખર્ચ શિક્ષણ માટે કરે છે ! કોઈ પણ નાર્સિસિસ્ટ વ્યક્તિને શિક્ષણમાં નહીં, સ્વ-પ્રચારમાં જ રુચિ હોય છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!