NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ૨૧મી જૂને ૯મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળોની પસંદગી

નર્મદા જિલ્લામાં ૨૧મી જૂને ૯મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળોની પસંદગી

યોગ આપણા જીવનનો એક ભાગ છે, જિલ્લામાં યોગ દિવસની થનારી ઉજવણીમાં દિવ્યાંગો સાથે સાધુ સંતો, લઘુમતિ સમુદાયના નાગરિકો, ટ્રાન્સજેન્ડર સહિત તમામ લોકો યોગમાં સહભાગી બનશે – જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા

રાજપીપલા : જુનેદ ખત્રી

આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ ૯ મા વિશ્વ યોગ દિવસની થનારી ઉજવણીના સંદર્ભમાં નર્મદા જિલ્લાના અગત્યના બે સ્થળોની આયકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈનરેકા સંસ્થાન દેડિયાપાડા સહિત નર્મદા જિલ્લામાં વિવિધ કક્ષાએ યોગ દિવસની થનારી ઉજવણીના આયોજનના ભાગરૂપે આજે તા.૧૬/૦૬/૨૩ને શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે જિલ્લામાં કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગેની વિગતો પત્રકારો સમક્ષ મૂકી માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, આ વખતે નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવણી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા કક્ષાએ કરવામાં આવશે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં બે આઇકોનિક સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થા દેડીયાપાડાની ખાસ પસંદગી કરવામાં આવી છે. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઇનરેકા સંસ્થા-દેડીયાપાડા ખાતે યોજાશે. તેને સમાંતર દરેક તાલુકામાં મુખ્યમથક ખાતે અને નગર પાલિકા કક્ષાએ પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. પંચાયત વિભાગ દ્વારા ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન, પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલી જેવી આઈઈસી એક્ટિવિટી થકી યોગનો પ્રચાર પસાર કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉમળકાભેર ભાગ લઈને સ્થાનિક લોકો ભાગીદારી નોંધાવે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓનો પણ સંપર્ક કરી આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તથા તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓ પણ સહભાગી બને તે માટે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે અને તેમને યોગ કરવા માટે આગળની હરોળમાં સ્થાન આપવામાં આવશે તેમ પણ કલેક્ટરએ ઉમેર્યું હતું.

જિલ્લાના પત્રકાર મિત્રો દ્વારા મળેલા કેટલાંક સૂચનો બાદ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, યોગ એ આપણા જીવનનો એક ભાગ છે. જિલ્લામાં યોગ દિવસની થનારી ઉજવણીમાં દિવ્યાંગો સાથે સાધુ સંતો, લઘુમતિ સમુદાયના નાગરિકો, ટ્રાન્સજેન્ડર સહિત તમામ નાગરિકોને યોગ દિવસની ઉજવણીમાં સામેલ કરવામાં આવશે. જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક આશ્રમો દ્વારા યોગને અનુલક્ષીને કરવામાં આવતી પ્રવૃત્તિઓને પણ આ સાથે સામલ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધીના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવશે તેમ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા જિલ્લા કલેક્ટરએ જાહેર અપીલ કરી હતી. અને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરે તો સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે તેનો લાભ યોગ કરનારને જ થશે તેમ ઉમેર્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નર્મદા જિલ્લામાં એક યોગ કો-ઓર્ડીનેટર, ૧૧ યોગ કોચ, ૧૦૦ યોગ શિક્ષકોની નિમણુક કરવામાં આવી છે. તેઓ દ્વારા નર્મદા જિલ્લાના વિવિધ ગામડાઓમાં કુલ ૫૦ જેટલાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યાં છે. સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નર્મદાની ટીમ દ્વારા યોગ જાગૃતિ માટે યોગ યાત્રાનું આયોજન ગત તા. ૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ- રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાની યોગ બોર્ડની ટીમ દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન પણ પ્રાથમિક શાળા સોલીયા અને દેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લઇ યોગની તાલીમ મેળવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!