GIR GADHADAGIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગીર જંગલ માં આવેલ ચિખાલ કુબા ગામના માલધારી ને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે હેરાન

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર જંગલ નાં ગામડાઓ માં ફોરેસ્ટ વિભાગ નાં ત્રાસ થી માલધારી ને જંગલ માં રહેવું મુશ્કેલ

આતે જંગલ ખાતાનો ક્યો કાયદો

વ્રુક્ષ ની જાળવણી નરનાર દ્વારા ફળદ્રુપ આંબાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા

ગીર જંગલ માં આવેલ ચિખાલ કુબા ગામના માલધારી ને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે હેરાન

જંગલ માં માલ ઢોર ચરાવી અને ગુજરાન ચલાવતા માલધારી ઓ ને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ખોટા દંડ ફટકારી હેરાન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તાર માં આવેલ ચીખલકુબા ગામ માં વર્ષો થી માલધારી અને ગામ લોકો રહે છે. ગીર ગઢડા તાલુકાના જંગલ મા આવેલા ચિખલકુબા ગામે માલધારી પોતાના માલ ચરાવવા જંગલ માં ગયા હતા, ઉપરવાસ માં ભારે વરસાદના કારણે રાવલ નદી માં પાણી આવતા માલધારી ઓ ને ગામમાં જવું મુશ્કેલ થતું હતું ત્યારે માલધારી ઓ દ્વારા રાવલ ડેમ નાં પાળા ઉપર થી માલ ઢોર લઈ ને પોતાના ઘરે જવા માટે રાવલ ડેમ પાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે મજબૂર લાચાર માલધારી નો ફાયદો ઉઠાવી જંગલ ખાતાના અધિકારીઓ સાથે સારાં થવા માટે રાવલ ડેમના અધિકારી ઓ ગેટ ઉપર તાળા મરાવી દીધા માલધારી ઓની મજબૂરી ઓનો ફાયદો ઉપાડ્યો હતો અને ગેટ બહાર નહીં જવા દેવામાં આવે તેવું કહેવામાં આવતું હતું

જોકે જ્યારે ઘટના બની ત્યારે રાવલ ડેમ ઉપર કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન હતા છતાં પણ માલધારી ઓ ને રોકી ગેટ ઉપર તાળા લગાવી દીધા હતા જોવાનું એ રહ્યું કે રાવલ ડેમ અત્યારે ઓવર ફલો થઈ ચૂક્યો છે ત્યારે તંત્ર ને એલર્ટ રેહવું જોઈએ પરંતુ અહીંયા કોઈ જવાબદાર અધિકારી જ હજાર ન હતા રાવલ ડેમ રોજમદારો નાં ભરોસે રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ રાવલ ડેમ નાં અધિકારી ઓ એ ગામના આગેવાનો ની ભલામણ થી રાવલ ડેમના અધિકારી એ દરવાજો ખોલી માલધારી ઓ ને જવા દીધા વાત અહીંયા પૂર્ણ નથી થતી રાવલ ડેમ નાં અધિકારી તો માલધારી ઓ ને પોતાના માલ સાથે જવા દીધા પરંતુ ફોરેસ્ટ વિભાગ નાં અધિકારીઓ દ્વારા બીજા ગેટે રોકાવ્યા ખાંભા રેન્જમાં આર.એફ. ઓ ની સૂચના થી મજબૂર માલધારીઓ ને રોકવી અને મોડી રાત સુધી ધમકાવવા માં આવ્યા ત્યાર બાદ માલધારીઓ ને પોતાના માલ ઢોર સાથે ફોરેસ્ટ ક્વાટર ચિખલકૂબા બોલાવવામાં આવ્યા ત્યાં દંડ ની જોગવાઇ થશે તેવું કહી માલધારીઓ ને ધમકાવી અને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા રોફ જમાવવા માં આવ્યો ગામ લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ફોરેસ્ટ વિભાગ નાં અધિકારીઓ અવાર નવાર ગામ લોકો જંગલ માં વસવાટ કરતા માલધારીઓ ને હેરાન કરી ખોટો દંડ ફટકારી ને રોફ જમાવવામાં આવે છે અને ગામમાં કોઈ પણ પ્રકારનો વિકાસ પ્રાથમિક સુવિધાઓ ની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવા માં આવે તો તે પણ જંગલ ખાતાના કાળા કાયદા થી ગામમાં વિકાસ પણ નથી થવા દેતા આવા જંગલ વિભાગના અધિકારીઓ થી લોકો અને માલધારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે

જો કોઈ માલધારી કે ગામના આગેવાનો કોઈ રજૂઆત કરે તો ખોટા કેશ માં ફસાવી અને દંડ કરવાની ધમકી ઓ પણ આપતા હોય તેવું પણ ચિખલ કુબા ગામના લોકો પાસેથી જાણવા મળ્યું

હવે જોવાનું એ રહ્યું કે શું આવા પોતાની મનમાની કરી ને માલધારીઓ અને

જંગલ માં વસવાટ કરતા લોકો ને હેરાન કરતા આવા ફોરેસ્ટ વિભાગ નાં અધિકારીઓ ઉપર ઉચ કક્ષાએ એથી કાર્યવાહી કરવામાં આવશે

કે પછી એક બીજા અધિકારી ઉપર ખો આપી બચાવશે એ જોવાનું રહ્યું

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!