SIDHPUR

સિદ્ધપુર શહેરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 228મી રથયાત્રા નીકળી

સિદ્ધપુર શહેરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 228મી રથયાત્રા નીકળી

 

રાધે ગોવિંદ રાધે અને હર હર મહાદેવના નાદથી સિદ્ધપુર ગૂંજી ઊઠ્યું

સિદ્ધપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નગરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 228મી રથયાત્રા ચાંદીના રથમાં 80મી વખત હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. જેનો હજારો ભાવિ ભક્તો એ લાવો લઇ ધન્યતા અનુભવી હતી. રથયાત્રાનું નગરજનો દ્વારા પુષ્પ , ફુલહાર અને આરતી થી ઠેર ઠેર સ્વાગત કરાયું હતુ. સિદ્ધપુર શહેરના છુંવાળા ફળી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો અને વ્હોરા સમાજ દ્વારા રથયાત્રાનુ સ્વાગત અને ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

રથયાત્રાના પાવન પ્રસંગે સવારે ગોવિંદરાયજી માધવરાયજી મંદિરમાં મંગલા આરતી ગોવિંદરાયજી માધવરાયજીનો વિશેષ અભિષેક,રાજભોગમાં મગ, કેરી અને જાંબુનો પ્રસાદ ધરાવ્યો હતો ઉપરાંત અલવા ના ચકલે મગ અને માલપુવા નો પ્રસાદ , પથ્થર પોળ વિસ્તાર ખાતે સદાબહાર ગ્રુપ દ્રારા લીંબુ શરબત નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

સાંજે 5 કલાકે રાધે ગોવિંદ રાધે જય રણછોડ માખણ ચોર અને હર હર મહાદેવ હર ના નાદ સાથે નગરના ગામધણી ગોવિંદમાધવ રાયજીના નિજ મંદિરેથી પરંપરાગત રથયાત્રા નીકળી હતી.રથયાત્રા મંડી બજાર, નિશાળ ચકલો , પથ્થર પોળ, છુંવાળા ફળી, ખીલાતર વાડો, અલવાનો ચકલો,

વેદવાડા નો મ્હાઢ , કોઠારી વાસ , કાળા પટ નો મ્હાઢ , પસવાદળની પોળ, રૂદ્ર મહાલય,દેસાઈ નો મ્હાઢ, મહેતા ઓળ, મંડી બજાર ,ધર્મ ચકલા થઈ સરસ્વતી નદી કિનારે પહોંચી હતી. જ્યાં ભગવાનની પાદુકાઓનો સરસ્વતી નદીના જળાભિષેક અને પૂજન કરી રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી.

આ રથયાત્રામાં સૌપ્રથમ ઊંટ અને બળદ ગાડા ઉપર નગાશી ડંકો, ભજન મંડળીઓ, શ્રીસ્થલ શાળા ના વેશભૂષા કરેલા બાળકો, કસરત કરતા બાળકો, મહિલા મંડળની બહેનો જોડાઈ હતી.

સિદ્ધપુર નગરમાં વસતા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો અને નાના નાના બાળકો પીતાંબર પહેરી ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીના ચાંદીના રથને ખુલ્લા પગે રસ્સી વડે ખેંચતા હોય છે અને નગરજનો દ્વારા આ બાળકો પર પાણીનો છંટકાવ થતો હોય એ જોવા નગરમાં એક અનેરું આકર્ષણ જોવા મળ્યુ હતુ.

રથયાત્રામાં સિદ્ધપુરના પુર્વ ધારાસભ્ય, રાજયસભાના પુર્વ સાંસદ, સિદ્ધપુર પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ, નગરજનો જોડાયા હતા.રથયાત્રાનુ આયોજન મંદિર કમિટીના સભ્યો દ્રારા કરાયુ હતુ.

રથયાત્રા મા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપુર્ણ માહોલ મા રથયાત્રા નીકળી હતી.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!