PATANSIDHPUR

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,સિદ્ધપુર દ્વારા ઓલ્ડ પેન્શન યોજના માટે કેબિનેટ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,સિદ્ધપુર દ્વારા ઓલ્ડ પેન્શન યોજના માટે કેબિનેટ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા, ગુજરાતના માર્ગદર્શક થકી આંદોલનના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓલ્ડ પેન્શન યોજના (OPS)ને અમલીકૃત કરવાના હેતુસર સ્થાનિક ધારાસભ્યશ્રીઓ આ વિષય ધ્યાન પર લઈને પરિણામલક્ષી કાર્ય તરફ પ્રેરાય તે માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જેને અનુસંધાન ગુજરાત સરકારના ઉદ્યોગ,શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રીશ્રી અને સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સિદ્ધપુરના તમામ સંવર્ગ દ્વારા ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું. માનનીય કેબિનેટ મંત્રીશ્રી દ્વારા આવેદનપત્ર સ્વીકારીને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
આ તબક્કે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ,સિદ્ધપુરના અધ્યક્ષશ્રી કપિલ બી. શુક્લ, મહામંત્રીશ્રી રાજેન્દ્રકુમાર પટેલ, માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક સંવર્ગમાંથી શ્રી અરવિંદભાઈ દવે, શ્રી હઠીસિંહ સોલંકી, પ્રાથમિક સંવર્ગમાંથી વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી વિરેનભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષશ્રી પ્રવીણભાઈ પટેલ, કોષાધ્યક્ષશ્રી ચિંતનભાઈ પટેલ સાથે સંગઠનના કાર્યકર્તા બંધુઓ શ્રી મનીષભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી રોહિતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!