GUJARATLAKHTARSURENDRANAGAR

લખતર તાલુકાના કડુ ગામે 80 વર્ષીય દાદીનું દેહાવસાન થતાં તેમના પરિવારે બેન્ડવાજા સાથે અંતિમ વિદાય આપી

ઠાકોર સમાજના પરિવારજનોએ અંતિમ વિદાયને યાદગાર બનાવી

તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામમાં રહેતા નનુબેન લોલાડીયાનું અવસાન થતા રામ સત્સંગ પંથ સાથે જોડાયેલા તેમના પરિવારજનો દ્વારા બેન્ડ વાજા અને ઘોડેસવારો તથા સત સ્વરૂપ રામના સ્તંભો સાથે પાલખીયાત્રા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ગામમાં ઠેર ઠેર રંગોળી પૂરવામાં આવી હતી પરિવારજનો દ્વારા કોઈપણ જાતના શોક કે રુદન વગર ધામધૂમથી કેવલ્ય વિજ્ઞાન અનુસાર બૈકુટી નામની મૃતકની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રામાં મોરબી, રાજકોટ, બોટાદ,‌ ઉમરાળા સહિતના વિવિધ શહેરોમાંથી અંદાજે 300થી વધારે રામ સત્સંગ પથના લોકો જોડાયા હતા નનુબેનના પરિવારજનો દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે મૃત્યુ બાદ રામના શરણે જતા હોય ત્યારે કોઈએ શોક ન રાખવો, કલ્પાંત ન કરવો તથા ખુશી ખુશી મૃતકને અંતિમ વિદાય આપવી રામ દ્વારા જલગાંવ, મહારાષ્ટ્ર અંતર્ગત રામદ્વારા ખાખરાડી ગુજરાત દ્વારા આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્યત્વે સ્મશાનયાત્રામાં મહિલાઓ સ્મશાન સુધી જતી નથી પણ આ બૈકુઠી પાલખી યાત્રામાં મહિલાઓ જોડાઈ હતી અને છેક સ્મશાન સુધી સાથે જઇ મૃતકને અંતિમ વિદાય આપી હતી મૃત્યુ બાદ રામના શરણે જતા હોય ત્યારે કોઈએ શોક ન રાખવો, કલ્પાત ન કરવો તથા ખુશી ખુશી મૃતકને અંતિમ વિદાય આપવી તેવું કેવલ્ય વિજ્ઞાન અનુસાર રામ સત્સંગ પથ દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!