JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં પ્રી-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ અંગે યોજાનારા કેમ્પ

તા.૧૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કેમ્પના સુચારૂ આયોજન માટે તાલુકાના મામલતદારશ્રીઓએ સંબંધીત અધિકારીઓ સાથે બેઠકો યોજી

રાજકોટ જિલ્લાના પ્રિ-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપના અનુસુચિત જાતિ (એસ.સી.) અને અનુસુચિત જનજાતિ (એસ.ટી.) વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટે વિવિધ ગામો અને નગરોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તમામ સ્થળોએ સવારે ૧૦.૩૦ કલાકે શરૂ થશે.

વિછીયા તાલુકામાં તા. ૧૫ ના વિછીયા, તા. ૧૭ ના મોઢુકા, તા. ૧૯ના વિછીયા/ પડધરી તાલુકામાં તા. ૧૫ થી ૧૬ પડધરીમાં બીઆરસી ભવન, બીઓબી, બીઓઆઇ, નાગરિક સહકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, એસબીઆઇ, યુબીઆઇ ખાતે, તા. ૧૭ અને ૧૮ ના સરદપદડની કન્યાશાળા અને બીઓઆઇ ખાતે, ફતેપરમાં બીઓઆઇ ખાતે, ખોડાપીપરમાં બીઓઆઈ ખાતે, તા.૧૯ ના પડધરીમાં બીઆરસી, બીઓઆઇ, બીઓબી, નાગરિક સહકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, એસબીઆઇ અને યુબીઆઈ ખાતે જેતપુર તાલુકામાં તા.૧૫ના જેતપુર તા.૧૭ના વીરપુર તથા અમરનગરમાં તાલુકા શાળા ખાતે યોજાશે.

આ કેમ્પના સુચારૂ આયોજન માટે વિછીયા, જામકંડોરણા, ઉપલેટા, જસદણ વગેરે તાલુકાના મામલતદારોએ સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો યોજી ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, બી.આર.સી., સી.આર.સી. તેમજ બ્લોક લેવલ બેન્કર્સ કમિટીના સભ્યો સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!