GUJARATPANCHMAHALSHEHERA

રાત્રી ના સમયે કાકાના છોકરા દ્વારા નશો કરી ઘરે આવી પીડિતા સાથે છેડતી કરવાની કોશિશ કરી મારપીટ કરતાં પંચમહાલ અભયમ ટીમ મદદે.

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી પીડિતા દ્વારા કોલ આવતા જણાવેલ કે મારા કાકા ના છોકરાએ રાત્રે મારા ઘરે આવી ત છેડતી કરવાની કોશિશ કરી અને નશાની હાલતમાં મારી સાથે મારપીટ કરી જેથી મદદ માટે 181 પર કોલ કરેલ.

પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડીતા સાથે રૂબરૂમાં વાતચીત કરતા પીડીતા એ જણાવ્યું કે મારા છૂટાછેડા થયા બાદ મારા ભાઈઓ નાના હતા જેથી મેં બીજા લગ્ન નહોતા કર્યા જેથી મારા પિયરમાં મારા પપ્પા સાથે રહું છું. મારા કાકા નો છોકરો મારી પર ખરાબ નજર નાખે છે અને રાત્રે નશો કરીને મારા ઘરે આવી મારી સાથે છેડતી કરવાની કોશિશ કરી અને મારી સાથે મારપીટ કરી જેથી મેં 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી.

પીડિતાના કાકાના ઘરે ગયા ત્યાં તેમના કાકી એકલા ઘરે હાજર હતા તેમના કાકા નો છોકરો ઘરે હાજર ન હતો તેમને બોલાવવા માટે જાણ કરી પરંતુ તેમની પાસે મોબાઇલ ન હતો કે તેમને કોન્ટેક્ટ કરી બોલાવી શકાય. જેથી 181 અભયમ ટીમ દ્વારા પીડીતાનું કાઉન્સિલિંગ કરી તેમને પોલીસ સ્ટેશન વિશે માહિતી આપી તેમ જ સેફ્ટી પ્લાન વિશે સમજ આપી. અને આવી પરિસ્થિતિ માં પોતાના સ્વબચાવ કેવી રીતે કરવો તે વિશે સમજ આપી. પીડિતાને રાત્રે મારપીટ કરેલ હોવાથી તેમને ચક્કર આવતો હતો જેથી તેમને સારવાર માટે 108 માં રીફર કરેલ.

પોતાને સમયસર મદદ પહોંચાડવા બદલ તેમજ સેફટી પ્લાન પોલીસ સ્ટેશન વિશે માહિતી આપવા બદલ અને સલાહ સુચન માર્ગદર્શન આપવા બદલ પીડિતાએ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!