PATANSIDHPUR

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાટણ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પાટણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક અને વહીવટી સેમિનાર 31 ઓક્ટોબર, 2023 ને મંગળવારના રોજ સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં યોજાઈ ગયો. આ સેમિનારમાં પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ મોટીવેટર સ્પીકર માન. શ્રી દીપકભાઈ તેરૈયા, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના CEO માનનીય શ્રી રાજેન્દ્રસિંહ રાજપૂત, અરવિંદસિહ વાઘેલા ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના તમામ સંવર્ગના અધ્યક્ષ માનનીય શ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી માન. શ્રી મિતેશભાઈ ભટ્ટ, માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી, પ્રાંત ઉપાધ્યક્ષ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ પંકજભાઈ મહેતા તથા જે ડી પટેલ સાબરકાંઠા માધ્યમિક સંવગ તથા જિલ્લાના મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી કનુભાઈ તથા શાળા સંચાલક વરવા ભાઈ દેસાઈ ની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ સેમિનારમાં શૈક્ષિક મહાસંઘના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગના શિક્ષકો અને આચાર્યો તથા હોદ્દેદારો મળીને કુલ 200 જેટલા પ્રતિભાગીઓની ઉત્સાહજનક ઉપસ્થિતિ રહી.
સેમિનારના પ્રથમ સત્રમાં સરસ્વતી વંદના મનિષાબેન પટેલે કરાવી સેમિનાર નો પ્રારંભ કરાવ્યો. સ્વાગત અને પરિચય ડૉ. રૂપેશભાઈ ભાટીયાએ કરાવ્યો. ત્યાર બાદ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરીએ પ્રાસ્તાવિકમાં સંગઠનના કાર્યો વિશે સમજ આપી. જેમાં શૈક્ષિક મહાસંઘ એ માત્ર પ્રશ્નો પૂરતું સીમિત નથી, પરંતુ શૈક્ષણિક નીતિ બનાવવામાં પણ રચનાત્મક કાર્યો કરે છે. ત્યાર બાદ મુખ્ય વક્તા શ્રી દીપકભાઈ તેરૈયાએ શિક્ષકોના કર્તવ્ય અને ફરજો વિશે વિસ્તૃત સમજ આપી. જેમાં શિક્ષકો અને આચાર્યોને હ્રદય સ્પર્શી બાબતો જણાવી. સતત બે કલાકના વક્તવ્યમાં એક પણ કાર્યકર્તા વચ્ચેથી ઊભા ન થાય એ પ્રકારે સરસ પ્રવાહિત વાણી દ્વારા સૌને રસ તરબોળ કર્યો સેમિનારના અધ્યક્ષ પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી માનનીય શ્રી અશોકભાઈએ જિલ્લાની શાળાઓને ઊંચું પરિણામ લાવવા તથા શિક્ષણ નીતિને અનરુપ માર્ગદર્શન આપ્યું તથા વિવિધ સંગઠનો દ્વારા ભવિષ્યમાં આ પ્રકારે શૈક્ષણિક સેમિનાર યોજાય તે શિક્ષણના હિતમાં છે તેવું જણાવી આ સંગઠન અલગ પ્રકારે શિક્ષકોનો વિશ્વાસ જીત્યો છે જે આજના વિશેષ વક્તા પર થી ધ્યાન માં આવે છે
સેમિનારમાં ભોજન બાદ દ્વિતીય સત્રમાં સ્વાગત પરિચય હિરેનભાઈ પ્રજાપતિએ કરાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ માન. શ્રી ભીખાભાઈ પટેલે જિલ્લાની નવીન કારોબારીની ઘોષણા કરતા જણાવ્યુ કે રાષ્ટ્ર કેન્દ્રિત વિચારધારા ને કેન્દ્ર માં રાખી પાટણ જીલ્લા માં પડકારો વચ્ચે સંગઠન મજબૂત કરવું પડશે તમામ સંવર્ગોના હોદેદારો હવે નવીન જોમ/ઉત્સાહ સાથે સૌ કામ કરીએ નવીન હોદેદારો માં આચાર્ય સંવર્ગના અધ્યક્ષ ધનરાજભાઇ ઠક્કર, મંત્રી ડૉ. રૂપેશભાઈ ભાટિયા,ઉપાધ્યક્ષ મુકેશ ભાઈ ચૌધરી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો.બળદેવ ભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ જગદીશ ભાઈ જોષી,મહિલા ઉપાધ્યક્ષ સોનલબેન પટેલ, સંગઠન મંત્રી જનક સિંહ ગોહિલ, સહ મંત્રી જકશીભાઈ ભરવાડ ,સહમંત્રી રાજેશભાઈ પટેલ ,કારોબારી સભ્ય કલ્પેશ ભાઈ અખાણી તથા રાજ્ય પ્રતિનિધિ તરીકે રમેશભાઈ ચૌધરી ની નિયુક્તિ કરવામાં આવી
ઉ. મા. સંવર્ગના અધ્યક્ષ તરીકે પસાભાઈ દેસાઈ, મંત્રી વિપુલભાઈ પટેલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ વાઘજીભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ જીતાભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ અર્જુન સિંહ વાઘેલા, મહિલા ઉપાધ્યક્ષ મનિષા બેન ખત્રી, સંગઠન મંત્રી દશરથભાઈ પ્રજાપતિ, કોષાધ્યક્ષ યોગેશભાઈ પટેલ, મહિલા સહમંત્રી પાયલ બેન દેસાઈ ની નિયુક્તિ કરવામાં આવી
માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે ડૉ. રાજગોપાલ મહારાજા અને મંત્રી કમલેશભાઈ દેસાઈ ,સંગઠન મંત્રી હિરેન ભાઈ પ્રજાપતિ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગોવિંદ ભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ધીરજભાઇ સોલંકી, ઉપાધ્યક્ષ સંજયભાઈ ઠાકોર, ઉપાધ્યક્ષ હરગોવિંદ ભાઈ રબારી, મહિલા ઉપાધ્યક્ષ મનિષા બેન પટેલ, કોષાધ્યક્ષ વિપુલ ભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી માનસિંહ ભાઈ ચૌધરી, સહમંત્રી જયેશભાઇ વ્યાસ,સહમંત્રી બળવંતભાઈ ગઢવી, પ્રચાર પ્રસાર મંત્રી ઉપેન્દ્રભાઈ ગજજર,આંતરિક ઓડિટર પરેશ ભાઈ પરમાર ની નિયુક્તિ કરવામાં આવી
સાથે સાથે સરકારી માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ સિંધવ, મંત્રી યતિનભાઈ પટેલ તથા સંગઠન મંત્રી જિતેશ ભાઈ દેસાઈ ની વરણી કરવામાં આવી . આ ઉપરાંત દરેક સંવર્ગમાં ૧૧-૧૧ કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી. તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને રાજ્ય સંગઠન તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી
આ સાથે જિલ્લા અને રાજ્યના શ્રેષ્ઠ પાંચ શિક્ષકોનું પુસ્તક તથા સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. તેમજ જિલ્લાના નવનિયુક્ત આચાર્યોને ભારતમાતાનો ફોટો અને સદીઓનું શાણપણ પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી માનનીય શ્રી મિતેશભાઈ ભટ્ટે સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવ્યા છે તેની ચર્ચા કરી અને હવે પછીના શિક્ષકોના પ્રશ્નો જે ઉકેલાવાના બાકી છે તેનું સુખદ પરિણામ મળશે તેવુ જણાવ્યુ પ્રશ્નો ઉકેલવા તમામ પ્રયત્નો એકમાત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ કરી શકશે તેવું માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું હતું. તેમજ નવનિયુક્ત શિક્ષક મિત્રોના બદલીનો પ્રશ્ન પણ આપણા સંગઠન દ્વારા જ સફળતા મળશે તેવું તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે વાઘજીભાઈ દેસાઈએ આભાર વિધિ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનસિંહભાઈ ચૌધરી અને વિપુલભાઈ પટેલે કર્યું હતું. અંતમાં સંગઠનની પદ્ધતિ પ્રમાણે કલ્યાણ મંત્રથી કાર્યક્રમ પૂર્ણ થયો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માધ્યમિક સંવર્ગના શૈક્ષિક મહાસંઘના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓએ અથાગ પ્રયત્નો કર્યા હતા. અંતમાં કલ્યાણ મંત્ર કરીને સહુ સ્વસ્થાને જવા નીકળ્યા.

Back to top button
error: Content is protected !!