KUTCH

સાંસદશ્રી તરફથી સૂચવાયેલા કામો સંદર્ભે ૧૦ કરોડ નાં રોડ – રસ્તા નાં કામ ગુજરાત સરકાર તરફથી મંજૂર

21-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- સાંસદ વિનોદભાઈ ચાવડા ની રજૂઆત સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા ૧૦ કરોડ નાં રોડ – રસ્તા નાં કામો મંજૂર કરી જોબ નંબર ફાળવાયા.સાંસદશ્રી એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારો નાં રસ્તાઓ માટે ગુજરાત સરકાર માં સૂચવાયેલા પૈકી માર્ગ અને મકાન પંચાયત હસ્તક નાં કચ્છ જીલ્લામાં વર્ષ ૨૦૨૩ – ૨૪ હેઠળ ૧૦ કરોડનાં કામો માટે કાર્યશીલ – યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. જેમાં નેત્રા – લક્ષ્મીપર રોડ માટે ૧૮૦ લાખ, જીયાપર થી મંગવાણા લીંક રોડ માટે ૧૦૦ લાખ, નાના અંગીયા લીંક રોડ માટે ૯૫ લાખ, માંડવી નાથબાવા સ્મશાન ને અડીને આવેલ રોડ પિચીંગ માટે ૧૦ લાખ, માનકૂવા થી પાબુદાદા ને જોડતા રોડ માટે ૨૨૦ લાખ, અબડાસા વિંગાબેર કુકડાઉ રોડ માટે ૨૧૫ લાખ, રાપર ગેડાવાંઢ થી નર્મદા કેનાલ સુધી ડામર રોડ માટે ૧૮૦ લાખ ફાળવાયેલા છે.

ઉપર નાં રોડ -રસ્તા નાં કામો માં ડામર કામ, સી.સી. કામ, નાળા કામ તથા પિચીંગ કામો થશે તેમ જણાવતાં સાંસદે ગુજરાત સરકાર અને માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!