AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

339 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ સાથે નાણાકીય વર્ષ -23એ અદાણી પોર્ટસને એક નવી ઉંચાઇએ મુક્યું

339 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ સાથે નાણાકીય વર્ષ –23એ અદાણી પોર્ટસને એક નવી ઉંચાઇએ મુક્યું

કાર્ગો પરિવહન સંચાલનમાં નવો વિક્રમ સ્થાપ્યો, વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કુલ કાર્ગોના 155 MMT સાથે મુન્દ્રા ભારતનું સૌથી મોટું બંદર બની રહયું છે.

  • APSEZ એ 9% વરસવાર વૃદ્ધિ નોંધાવી જે અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ કાર્ગો વોલ્યુમ
  • APSEZ ના ડીપ ડ્રાફ્ટ પોર્ટ મોટા જહાજ પાર્સલ પ્રાપ્ત કરી શકતું હોવાથી એકંદર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે
  • સુધરેલું બંદર અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતને ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા તરફ દોરી જવા માટેની ચાવી

અમદાવાદ,૫ એપ્રિલ ૨૦૨૩: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનું એક અંગ,અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ માર્ચ ૨૦૨૩માં કુલ ૩૨ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કર્યું છે, જે વર્ષથી વર્ષ ૯.૫%ની વૃદ્ધિ દર્શાવે છે. જુલાઈ ૨૦૨૨ બાદ પ્રથમ વખત વોલ્યુમે ૩૦-MMTના ઉત્સાહપ્રેરક આંકને વટાવ્યો છે. નાણા વર્ષ-૨૩ (એપ્રિલ ૨૨-માર્ચ ૨૩)માં અદાણી પોર્ટ અને સેઝએ ૩૩૯ MMT સાથે પોતાના પોર્ટ કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો છે જે ઉત્તરોત્તર ૯%ની નોંધપાત્ર વૃદ્ધિ છે. છેલ્લાં વર્ષોથી ભારતના તમામ કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પાછળ છોડી અદાણી પોર્ટ્સ તેનો બજાર હિસ્સો સતત વધારી રહ્યું છે.

અદાણી પોોર્ટ્સઅને સ્પેશ્યલઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને કંપનીના પૂૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો વોલ્યુમમાં થયેલો આ સુધારો અમારા ગ્રાહકોના અમારા ઉપરના  ભરોસાનો પૂરાવો છે.એટલું જ નહી પરંતુ ગ્રાહકોના સંતોષને બરકરાર રાખવા અને તેમની સેવાઓને બહેતર બનાવવા માટે સુધારેલ કાર્યક્ષમતામાં નિરંતર સુધારો અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. હેન્ડલ થયેલા વોલ્યુમની દ્રષ્ટિએ APSEZનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના તમામ નજીકના હરીફોને પાછળ છોડી રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. વૈશ્વિક ધોરણોની બરોબરી કરતા મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેના વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવાના ધોરણો પૂૂરા પાડે છે પરિણામે મુન્દ્રા પોર્ટ કન્ટેનર માલ માટેનું ભારતનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.

ભારતમાં APSEZ દ્વારા નિયંત્રિત એકંદર કન્ટેનર વોલ્યુમ વધીને ૮.૬ MTU ( ઉત્તરોત્તર ૫%), થયું છે જેમાં ફક્ત મુંદ્રા ખાતે ૬.૬ MTEUના વોલ્યુમનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કુલ કાર્ગોના ૧૫૫ MMT સાથે તે ભારતનું સૌથી મોટું બંદર બની રહ્યું છે અને લોજિસ્ટિક્સ બિઝનેસ ક્ષેત્રમાં પણ વિક્રમી વર્ષ રહ્યું હતું. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કન્ટેનર રેક્સે ૫૦૦,૦૦૦ TEUs (ઉત્તરોત્તર ૨૪%) ને પાર કરીને એક નવું સિમાચિહ્ન હાંસલ કર્યું છે, જ્યારે બલ્ક કાર્ગોનું પરિવહન ૧૪ MMT કરતાં વધ્યું હતું, જે ઉત્તરોત્તર ૬૨%નો ઉછાળો દર્શાવે છે. વધુમાં ગત નાણાકીય વર્ષમાં APSEZએ ડોક કરેલા જહાજો (૬,૫૭૩), રેક્સ સર્વિસ (૪૦,૪૮૨) તથા ટ્રક, ટ્રેઇલર્સ અને ટેન્કર્સ હેન્ડલ (૪૮,૮૯,૯૪૧)ની ગણતરીએ પણ કેટલાક નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે. અદાણી પોર્ટ્સે તેના વિવિધ બિઝનેસ એકમોમાં ૩,૦૬૮ ગ્રાહકોને અજોડ સેવા આપી છે.

બંદરો પરના કાર્ગો વોલ્યુમમાં વધારો એ દેશની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં લગભગ ૯૫% વેપારી જથ્થાનું વહન દરિયાઈ માર્ગે થતું હોવાથી ભારતીય સાગરકાંઠા માટે વિશ્વ કક્ષાનું વિરાટ બંદર હોવું એ સમયની અનિવાર્ય માંગ છે. વ્યૂહાત્મક રીતે APSEZએ  ICDs (અંતર્દેશીય કન્ટેનર ડેપો) અને વેરહાઉસીસ સાથે સમગ્ર ભારતીય સમુદ્રતટે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે, જે સ્વ-માલિકીની રેક સાથે જટિલ રીતે વણાયેલું હોવાથી દેશના લગભગ ૯૦% અંતરિયાળ વિસ્તારને આવરી લે છે.

અદાણી પોર્ટની ડીપ ડ્રાફ્ટ પોર્ટ જાળવવાની ક્ષમતા કંપનીના ગ્રાહકોને મોટા જહાજના પાર્સલ લાવવા અનુકૂળ હોવાથી તેઓના સરેરાશ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે.લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ વ્યવસાયોને માલની નિકાસ કરવાની મોકળાશ આપવા સાથે, સ્થાનિક અર્થતંત્રને ગતિ આપે છે અને આ તમામ પ્રક્રિયામાં રોજગારીના દરમાં વધારો કરે છે. મુન્દ્રા પોર્ટમાં ૧૭. મીટરના મળતા ડ્રાફ્ટ સાથે અત્યાર સુધીના કોઈપણ ભારતીય પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલા સૌથી ઊંડા MSC વોશિંગ્ટન કન્ટેનર જહાજનું સંચાલન કર્યું, અને ૩૬૬ મીટરની જહાજની લંબાઇ અને ૧૫,૧૯૪ TEUs ની વહન ક્ષમતા ધરાવતું સૌથી મોટું જહાજ, MSC ફાત્માનું સંચાલન કરવા સાથે. બંદરે તેના પ્રથમ એલએનજી-ઇંધણવાળા જહાજ, અફ્રામેક્સ ક્રૂડ ઓઇલ ટેન્કરને તેની SPM સુવિધા પર પણ ડોક કર્યું હતું.

ભારતના દરિયાઈ ઈતિહાસમાં સૌથી વધુ ડિપાર્ચર ડ્રાફ્ટ ધરાવતા ભારતના બંદરો પૈકી કેપ-સાઈઝના જહાજોને ઊંડા ડ્રાફ્ટ્સ સાથે ક્રિષ્ણાપટ્ટનમ પોર્ટ હેન્ડલ કરી શકે છે. ૧૬૮,૧૦૦ MT આયર્ન ઓર સાથે બંદરમાંથી ૧૭.૮૫ મીટરના મહત્તમ ડ્રાફ્ટ સાથે સંપૂર્ણ લોડ થયેલ કેપ-સાઇઝનું જહાજ, MV NS Hairun. તેને ૧૬૩,૭૮૧ MT સાથે જીપ્સમ MV SHINYO GUARDIANનું સૌથી મોટું પાર્સલ પ્રાપ્ત  થયું હતું.

અન્ય બંદરો પર તેમજ દહેજને ૧.૨૪ લાખ MT જીપ્સમ કાર્ગો સાથે “MV STAR OPHELIA” પ્રાપ્ત થતાં કટ્ટુપલ્લી સૌથી મોટા ડ્રાય જથ્થાબંધ પાર્સલ કદના જહાજ MS Tristar Dugon ૭૬,૨૫૦ MT સાથે જીપ્સમના ડિસ્ચાર્જ સાથે હેન્ડલ કરવા સાથે અન્ય બંદરો પર પણ વ્યસ્ત ટ્રાફિક જોવા મળ્યો હતો. હઝીરામાં ૪૫૭૫૨ ક્યુબિક મીટરના જથ્થા સાથે સૌથી મોટો ઓવર ડાયમેન્શનલ કાર્ગો (OCD) હાંસલ કરવામાં આવ્યો હતો.

કન્ટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાના સંકલ્પને કારણે APSEZ ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ મળી છે, જેનાથી વોલ્યુમમાં વધારો થયો છે. જ્યારે હજીરાએ તેના અગાઉના શ્રેષ્ઠ ૦.૯૫ MMTની તુલનામાં અત્યાર સુધીનો સૌથી વધુ ખાંડનાા કાર્ગોનું વોલ્યુમ ૧.૧૫ MMT નોંધાવ્યું હતું, જ્યારે ક્રિષ્નાપટ્ટનમે ૧.૧૭ MMTનો અત્યાર સુધીનો ઉચ્ચ જીપ્સમ ડિસ્ચાર્જ નોંધ્યો હતો. ગંગાવરમ પોર્ટે એક જ દિવસે એલ્યુમિના બલ્કર્સનો સૌથી વધુ જથ્થો રવાના કર્યો હતો જ્યારે ધામરા પોર્ટે MV મોજો પર ૧,૫૭,૦૦૦ MT આયર્ન ઓરની નિકાસ કરી હતી, અને કટ્ટુપલ્લીએ કન્ટેનરના જથ્થામાં ૫૮% નો વધારો નોંધાવ્યો હતો.

મુન્દ્રામાં જહાજોને તરત જ બર્થ ઉપલબ્ધ થાય તે માટે જહાજો માટે સૌથી ઝડપી ટર્નઅરાઉન્ડ સમય પોર્ટ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. તેણે ગત નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ RO-RO વોલ્યુમની ૨.૦૯ લાખ કારનું સંચાલન કર્યું છે, જે અગાઉના ૧.૮૭ લાખના ઉચ્ચ સ્તરની સરખામણીએ વધ્યું હતું. આ વધારો પોર્ટના લાંબા સમયથી ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા દર્શાવવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે.

APSEZ તેના તમામ બંદરો પર કાર્ગો વૈવિધ્યકરણ પર સતત કામ કરી રહ્યું છે. આ વર્ષે ક્રિષ્નાપટ્ટનમ બંદરે સફળતાપૂર્વક સોયાબીન, ખાદ્ય તેલ અને ખાંડને તેના કાર્ગો પોર્ટફોલિયોમાં ઉમેર્યું છે જ્યારે દિઘી પોર્ટ ખાંડનું સંચાલન કરે છે, પ્રથમ વખત અને ધામરાએ બાંગ્લાદેશમાં નિકાસ માટે તેનું પ્રથમ ચોખાનું જહાજ હેન્ડલ કર્યું છે.

APSEZ ની ઉપલબ્ધિ વૈશ્વિક બજાર અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને રેખાંકિત કરે છે. સુધારેલ બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ  લોજિસ્ટિક્સની બહેતર કામગીરી અને ઉચ્ચ દરિયાઈ વેપાર અને આર્થિક વૃદ્ધિ, ભારતને  ડોલર ૫ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના માર્ગે લઇ જવાની ચાવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!