JETPURRAJKOT

પોલિસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને રાજકોટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

તા.૧૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ ઝોનના ૧૩ બ્લેક સ્પોટ પર ગંભીર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સાઈનેજ અને રોડ એન્જીનીયરીંગ અસરકારક બનાવવા પર ભાર મુકતા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ

 

ગંભીર અકસ્માત સમયે ગોલ્ડન અવર્સમાં મદદરૂપ બનનાર વ્યક્તિને ’ગુડ સેમેરિટન એવોર્ડ’’ સાથે રૂ. ૫૦૦૦ નો પુરસ્કાર અપાશે

 

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ અકસ્માત સંભવિત ક્ષેત્રો પર વિવિધ વિભાગોના સંકલન થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષાર્થે પોલિશ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

 

પોલીસ કમિશનરશ્રી દ્વારા ખાસ કરીને રાજકોટ શહેરમાં પ્રવેશ પરના હાઇવે ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટિંગ યાર્ડ, ત્રંબા, સરધાર, બેડી નાકા, માંડા ડુંગર સહિતના બ્લેક સ્પોટ એટલે કે ગંભીર અકસ્માતોના સંભવિત ઝોન પર સામાન્ય વ્યક્તિ પણ આ પોઈન્ટ પર સજાગ થઈ અકસ્માતથી બચી શકે તે પ્રકારે અસરકારક રીતે સાઈનબોર્ડ મુકવા તેમજ રોડ એન્જીનીયરીંગની વિભાવનાનો અસરકારક રીતે અમલ કરવા પર ભાર મુક્યો હતો.

પોલીસ વિભાગની ભવિષ્યની વિશિષ્ટ કામગીરીના આયોજન અંગે માહિતી આપતા શ્રી ભાર્ગવે જણાવ્યું હતું કે, નજીકના સમયમાં રાજકોટ, અમદાવાદ, બરોડા તેમજ સુરતમાં ”વન નેશન વન ચલન” કાર્યરત બનશે. સાથે જ લોકોને ટ્રાફિક, ડાયવરઝ્ન, ફીડબેક, એલર્ટ મેસેજ પુરી પાડતી સ્વદેશી મેપલ્સ એપ પર માહિતીનો પ્રારંભ કરવામાં આવશે.

 

બેઠકમાં ઉપસ્થિત રોડ સેફટી કમિટીના એક્ઝિક્યુટિવ ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર શ્રી જે.વી. શાહે સરકાર દ્વારા પ્રારંભ થનાર ‘’ગુડ સેમેરિટન એવોર્ડ’’ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગંભીર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનનાર વ્યક્તિને રૂ. ૫૦૦૦ પુરસ્કાર આપવામાં આવશે

 

આ તકે બ્લેક સ્પોટ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવરઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીશ્રીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

 

બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ ઓટોમાઇઝેશન કામગીરી, મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સર્વે સહિતની કામગીરી, દબાણ હટાવની કામગીરી અંગે વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી.

 

આ તકે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું ટ્રાફિક ડી.સી.પી. શ્રી પૂજા યાદવે જણાવ્યું હતું.

 

રોડ સેફટી મિટિંગમાં એડિશનલ પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સી.કે. નંદાણી, એસીપી ટ્રાફિક પોલીસશ્રી ગઢવી, આર.ટી.ઓ અધિકારીશ્રી કે. એમ. ખાપેડ સહીત મહાનગરપાલિકા, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, એલ એન્ડ ટી, એન.એચ.આઈ.એ. આર.એન્ડ.બી. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!