LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના 162 ગામોમાં 419 લાભાર્થીઓને પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરાવાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં રૂ. 1946 કરોડના ખર્ચથી નિર્મિત 42,441 આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો

મહીસાગર જિલ્લાના 162 ગામોમાં 419 લાભાર્થીઓને પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરાવાયો

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં રૂ. 1946 કરોડના ખર્ચથી નિર્મિત 42,441 આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને રૂ.2452 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદર્શ સ્કૂલ કોમ્યુનિટી હોલ, લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર  હસ્તે પ્રધાનમંત્રી શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આજે મહીસાગર જિલ્લાના 162 ગામોમાં 419 લાભાર્થીઓએ પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરીને સુખી જીવનની શરૂઆત કરી છે.

આ પ્રસંગે અગ્રણી  પ્રદીપસિંહ રાઠોડે ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા લુણાવાડા નગરપાલિકાના બુરહાન પટેલે જણાવ્યું કે, આજે લુણાવાડા નગરપાલિકામાં પ્રધાનમંત્રી ગ્રામીણ અને શહેરી આવાસ યોજનાના 25 લાભાર્થીઓનો સ્ટેજ પરથી ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને પર્યાવરણને સુરક્ષિત રાખવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની આભાર વિધિ લુણાવાડા નગરપાલીકા શ્રી અજીતસિંહ ગોહિલે કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!