GUJARAT

સાધલી ખાતે ધારા સભ્ય અક્ષય પટેલનાં હસ્તે 2 કરોડ 32 લાખ ઉપરાંતનાં ખર્ચે નવીન બનનાર સર્કલનું ખાત મુહૂર્ત કરાયું

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ના સાધલી ખાતે અંદાજિત રૂપિયા 2 કરોડ 32 લાખ ઉપરાંત ના ખર્ચે બનનાર સર્કલ નું ખાત મુહૂર્ત ધારા સભ્ય અક્ષય પટેલ.સાધલી ગ્રામ પંચાયત નાં મહિલા સરપંચ મનીષા બેન પટેલ.ઉપ સરપંચ સંકેત પટેલ નાં હસ્તે કરવામાં આવ્યું હતું.
સાધલી થી વડોદરા, ડભોઇ, બસ સ્ટેન્ડ થઇ શિનોર.કરજણ તરફ જતા મુખ્ય માર્ગો વચ્ચે ચોકડી ખાતે નવીન સર્કલ બનશે.

સાધલી ખાતે આવેલી આ ચોકડી ને લઈ વાહન ચાલકો ને છેલ્લા ઘણા સમય થી મુશ્કેલી પડી રહી હોય સર્કલ બનતા ટ્રાફિક સમસ્યા નો નિકાલ થશે.
અંદાજિત 2 કરોડ 32 લાખ ઉપરાંત ના ખર્ચે પાણી ની અધતન ટેકનોલોજી સાથે ડ્રેનેજ લાઇન સાથે સર્કલબનશે જ્યાં હાઈ માસ લાઈટ માટે ટાવર મૂકવામાં આવશે.
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ નાં હસ્તે શ્રીફળ વધેરી કામ નું શ્રી ગણેશ કરવામાં આવ્યું
ડભોઇ RNB વિભાગ ના નાયબ ઈજનેર એ.ડી.જોશી, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, સાધલી ગામ ના સરપંચ મનીષાબેન જયેશભાઇ પટેલ .ઉપ સરપંચ સંકેત પટેલ સહિત પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝ ખત્રી…શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!