GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પી જી પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીની પી જી પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમિયાન પાઠ્યપુસ્તકોનું અભ્યાસ તો કરતા જ હોય છે પરંતુ સાથોસાથ પાઠ્યપુસ્તક સિવાયના જીવન ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ પણ કરે અને વિદ્યાર્થીઓને ઈતર વાંચનનો રસ કેળવાય તેવા ઉંમદા હેતુથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં આજરોજ તારીખ 9/3/2024 ના રોજ પ્રમુખ શ્રી દેવકરણભાઈ તથા આચાર્ય શ્રી ડો.રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ Book Review શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રસ રુચી મુજબ એક ચોક્કસ બુકનો અભ્યાસ કરી આ બુક અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવાનુ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રથમ ક્રમે પરમાર મીરા (FY B.Com) દ્વિતીય ક્રમે જોષી અક્ષીતા (TY BBA)અને તૃતીય ક્રમે સરધારા કૃપેશા (SY B.Com) રહ્યા હતા. આ તકે કોલેજના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.કાજલ પાઘડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!