DASADASURENDRANAGAR

પાટડી, ગણતર સંસ્થા ખાતે વિહોતર વિકાસ મંચ પાટડી તાલુકા મહિલા સંગઠનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

તા.31/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખારાપાટ રબારી સમાજની 60 થી 70 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

ખારાપાટ રબારી સમાજ શિક્ષિત અને દીક્ષિત બને એ દિશામાં કામ કરવા ચર્ચા વિચારણા કરાઇ.

પાટડી, ગણતર સંસ્થા ખાતે વિહોતર વિકાસ મંચ પાટડી તાલુકા મહિલા સંગઠનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખારાપાટ રબારી સમાજની 60 થી 70 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોઓર્ડીનેટર નીતાબેન દેસાઈનું ખારાપાટ રબારી પરગણાની દીકરીઓ દ્વારા ભગવત ગીતા અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોદન કરતા વિહોતર વિકાસ મંચ મહિલા સંગઠનના સુરેન્દ્રનગર જિલ્લા ઉપ પ્રમુખ પમીબેન રંજિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ખારાપાટ રબારી સમાજ માટે આજે ગૌરવનો દિવસ છે, કારણ કે આજે ખારાપાટ પરગણાની શિક્ષિત મહિલાઓ એકસાથે એક મંચ પર જોવા મળી રહી છે આ મહિલાઓ આગામી સમયમાં સમાજ શિક્ષિત અને દીક્ષિત બને એ દિશામાં કામ કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે શિક્ષણ વિના કોઈ સમાજ પ્રગતિ સાધી ન શકે મહિલાઓ શિક્ષિત બને અને સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાનો સિંહ ફાળો આપીને સમાજને એક નવી દિશા તરફ લઈ જાય એ વિહોતર વિકાસ મંચનો મુખ્ય હેતુ છે આપણા સમાજમાં થોડા સમયમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે ખારાપાટ રબારી સમાજની દીકરીઓ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, પણ હજુ આપણા પરગણામાં દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ જેવું જોઈએ તેવું નથી આથી આ વિહોતર વિકાસ મંચના માધ્યમથી દીકરીઓના શિક્ષણ માટે સૌને સહિયારા પ્રયત્નો કરવા જણાવ્યું હતું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતા તેમણે ઉમેર્યું હતું કે આપણા સમાજની મહિલાઓમાં યોજનાઓની જાણકારી ન હોવાના કારણે તેનો લાભ મેળવી શકતી નથી ઉજજ્વલા યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના, સખી મંડળોની રચના જેવી અનેક મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોઓર્ડીનેટર નીતાબેન દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં યોગને અનેરૂ મહત્વ આપવામાં આવી રહ્યું છે, અને યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે રબારી સમાજની મહિલાઓ પણ યોગ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપીને તાલુકાના વિવિધ ગામડાઓમાં યોગના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેથી મહિલાઓ યોગની વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થશે વધુમાં તેમણે ગૃહ ઉદ્યોગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજે ઘણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવી સારી આવક મેળવી રહી છે. તેવા ઉદાહરણો આપણે જોયા છે આપણા સમાજની મહિલાઓ પણ આવા ગૃહ ઉદ્યોગ ચલાવી આર્થિક રીતે પગભર બની કુટુંબને મદદરૂપ થઈ શકે આવા ગૃહ ઉદ્યોગોની તાલીમ લઈ મહિલાઓ આ ક્ષેત્રે પણ આગળ વધે તેવું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે, ભરત ગુંથણ કળા, ટાંગલિયા વર્ક, રબારી ભરત જે આપણી સંસ્કૃતિ રહી છે રબારી ભરત ગુંથણની વિશ્વ કક્ષાએ બહુ મોટી માંગ છે. કચ્છના પાબીબેન રબારી આજે ભરત ગુંથણ ક્ષેત્રે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે, જે આપણા માટે ગૌરવની વાત છે આપણી આ કલાઓને ઉજાગર કરવા પણ તેમણે આહવાન કર્યું હતું આ પ્રસંગે પિન્કીબેન બાર, અમીબેન દેસાઈ અને દિપાલીબેન દેસાઈ દ્વારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી મહિલાઓ વિશે પાટડી ખાતે વ્યવસ્થા કરવામાં આવે તેના વિશે વાત કરવામાં આવી હતી આ પ્રસંગે ગીતાબેન દેસાઈ, સાવિત્રીબેન શેખા, મનિષાબેન ભૂંગળ, ચંદ્રિકાબેન,પાલીબેન,ઝીકુબેન હેતલબેન ખાંભલા સહિત 60 થી 70 મહિલાઓ ઉપસ્થિત રહી હતી વડીલ મટુબેન દેવશીભાઈ રબારી દ્વારા આવા સારા કાર્ય માટે ફાળો ૧૦૦૦૦ રકમ સ્થળ પર આપી સ્ત્રી શક્તિ નુ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!