GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:વિશ્વ સિંહ દિવસ ઉજવણી શહેર ની સર.સી.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે

આજે ૧૦મી ઓગષ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”. વિશ્વ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. રાજ્ય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

આજે સૌરાષ્ટ્રના એશિયાટીક લાયન લેન્ડ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ નિર્માણ થાય અને સંરક્ષણ અને સંવર્ધનમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર વિસ્તાર હજારો શાળા કોલેજ તેમજ સ્થાનિક એન.જી.ઓ દ્વારા રેલી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધન મુદે લોકોમાં વધુ જાગૃતા આવે તેવા સંદેશ સાથે જોડાઈ ને સૂત્રો, બેનરો, સિંહ મોઢાં પહેરી  જાગૃતા લાવવા શરૂઆત કરી હતી.

હવે જે વિસ્તાર સિંહો કુદરતી અવસ્થામાં વિહરતા જોવા નથી મળતા તેવા વિસ્તારોમાં પણ વિશ્વ સિંહ દિવસ ઉજવણી સાંસણ ડિવિઝન અધિકારીઓ સાથ સહકારથી દક્ષિણ ગુજરાત વિસ્તાર જિલ્લાઓમાં પણ ગુજરાત આનબાન શાન ગણાતા સિંહો માટે છેલ્લા બે વર્ષ ઉજવણી કરી અને સિંહો વિશે જનજાગૃતિ લાવવા શરૂઆત કરવામાં આવી રહી છે.

આજરોજ નવસારી જિલ્લાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી તેમજ સરીસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત સંયુક્ત પ્રયાસ તેમજ નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના સહકારથી નવસારી શહેર ની સર.સી.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૮ થી ૧૦ ના ૪૦૦ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રવાલા, શિક્ષકો હાજર રહી વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી અને સરીસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત ટ્રસ્ટી ચિંતન મહેતા ધ્વારા સિંહો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સાસણગીર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
સામાજિક વનીકરણ વિભાગ નવસારી ઈ.ચાર્જ ફોરેસ્ટ ફાલ્ગુની બેન પટેલ હાજર રહ્યા હતા. તેમજ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ના સ્વયંસેવક(વોલેન્ટીયર) જતીન પટેલ તેમજ પીરોજ રાઠોડ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!