SABARKANTHA

ઇડર જી.આઈ.ડી.સી ગેટ બાજુ આવેલ મસ્ત મોટું હોડીગ બોર્ડ પવન થી ધરાશાહી…

સાબરકાંઠા…

ઇડર જી.આઈ.ડી.સી ગેટ બાજુ આવેલ મસ્ત મોટું હોડીગ બોર્ડ પવન થી ધરાશાહી…

હવામાન વિભાગની આગાહી પૂર્વે ઇડર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ વાવઝોડા સાથે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ગતરોજ. હવામાન વિભાગની આગાહી પૂર્વે મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ભારે પવન તેમજ વીજળીના કડાકા વરચે વરસાદ વરસ્યો હતો. ત્યારે રાત્રીનાં સમયે આવેલ ભારે પવન સાથે ઈડર રેલ્વે ફાટક નજીક આવેલ જી.આઇ.ડી.સી ગેટની બાજુમાં લાગેલું મસ્ત મોટું હોડિંગ ધરાશાઈ થયું હતું. જૉકે સદ નસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છેકે ઇડર શહેર માં બસ સ્ટેશન ની સામે બસ સ્ટેશન માં, ત્રિરંગા સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ, રેલ્વે ફાટક રોડ તેમજ બાલાજી કોમ્પ્લેક્સ સામે જી આઈ ડી સી ગેટ જેવા અલગ અલગ સ્થળે જાહેરાત માટેનાં મસ્ત મોટા હોડિંગ લાગેલા છે. મોટા હોડિંગો છેલ્લા કેટલાક વર્ષોથી લાગેલા છે ઇડર રેલ્વ ફાટક થી તિરંગા સર્કલ સુધી દિવસ ભર ટ્રાફિક હોય છે તેમજ દિવસ દરમ્યાન ઇડર બસ સ્ટેશન માં શાળા કોલેજ ના બાળકો તેમજ આજુબાજુ ગામો ના લોકો ની મોટી સંખ્યમાં અવર-જવર હોય છે. બસ સ્ટેન્ડ થી લઇ તિરંગા સર્કલ સુધીનાં રોડ ઉપર અને બસ સ્ટેશન માં મસ્ત મોટા હોડિંગ લાગેલા છે. જે હોડિંગ ત્યાર કરવામાં વપરાયેલ લોખંડ ની પાઇપોને કાટ લાગી ગયો હોવાને લઇ હોડિંગો ધરાશાહી થાય તો મોટો અકસ્માત થાય એમ છે. જો સદ નસીબે મસ્ત મોટા લાગેલ હોડિંગો ને લઇ મોટો અક્સ્માત સર્જાય તો જવાબદાર કોણ. શું જવાબદાર વિભાગ કોઈ મોટાં અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે કે શું. શું જવાબદાર વિભાગ દ્રારા સ્થળ તપાસ કરી જોખમી હોડિંગને દુર કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!