સાયલા મામલતદાર કચેરીના ગેટ પાસે લોખંડની ગ્રીલમા બાળકીનો પગ ફસાતાં દોડધામ મચી
તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાયલાના મામલતદાર કચેરીના પ્રવેશ દ્વારે પશુઓ પ્રવેશ ન કરે તે માટે લોખંડની પાઇપ નાખવામાં આવી છે પરંતુ પ્રવેશ દ્વારે નાખેલા પાઇપમાં વધુ જગ્યા હોવાને કારણે લોકોના પગ ફસાઈ પડે છે થોરિયાળી ગામના મહિલા પોતાની સાત વર્ષની દીકરીને લઈને આધાર કાર્ડની કામગીરી માટે સાયલા મામલતદાર આવી હતી આ દરમિયાન દીકરીનો પગ પ્રવેશ દ્વારના બે પાઇપ વચ્ચે ફસાઈ ગયો હતો રાડારાડ કરતી દીકરીને બચાવવા માટે લોકો દોડી આવ્યા હતા પરંતુ બે કલાક સુધીના સમય દરમિયાન ધખતા તાપમાં દીકરીના માથે છાંયો કરવામાં કે પીવાના પાણીની પણ દરકાર તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પીવાનો પાણી તેમજ છાયાની વ્યવસ્થા કરી હતી અને દીકરીના પરિવારજનોને જાણ થતાં પાઇપ કાપવા માટેની કટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પાઇપ કાપીને દીકરીનો પગ પાઇપમાંથી દૂર કરતા રાહત પામી હતી આ બાબતે સ્થાનિક લોકોએ અધિકારીઓની બેદરકારી અને ઘટનામાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા લોકોમાં અધિકારીઓ સામે રોષ જોવા મળતો હતો.