GUJARATKUTCHMANDAVI

અદાણી ફાઉન્ડેશન, KKPC અને મુંદ્રા પેટ્રોકેમ દ્વારા ખેડૂત સશક્તિકરણનો કાર્યક્રમ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

અદાણી ફાઉન્ડેશન, KKPC અને મુંદ્રા પેટ્રોકેમ દ્વારા ખેડૂત સશક્તિકરણનો કાર્યક્રમ

ખેડૂતોને રોકડીયા બાગાયતી પાકોથી મબલખ કમાણી!

મુન્દ્રા કચ્છ તા-૩૦ : અદાણી ફાઉન્ડેશન, KKPC અને મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડ દ્વારા ખેડૂતોના સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ હેતુ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂજપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયતી ખેતીને પ્રોત્સાહનર્થે આર્થિક સહાય કરવામાં આવી હતી. તદુપરાંત પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિકમુક્ત અભિગમ માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના ગામોમાં ટકાઉ બાગાયત દ્વારા ખેડૂતોના સશક્તિકરણ માટે નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોને ઓછા રોકાણ અને ઓછા પાણીમાં વધુ ઉપજ આપતા રોકડીયા પાકોના વાવેતર માટે તેમજ ખેતીને માત્ર આજીવિકાના સાધન તરીકે જ નહીં પરંતુ એક ઉદ્યોગ તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. ભુજપુર ખાતે બાગાયતી પાકોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમમાં જીપીસીબીના આર.ઓ આર. એન. પરમાર, મામલતદાર જાવેદ સિંધી સહિત પર્યાવરણ વિભાગના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકાના ગામોમાં 31,000 થી વધુ બાગાયતી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનાથી પર્યાવરણની જાણવણી અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. આવા પાકોમાં છોડનો સજીવ રહેવાનો દર 70% સુધી રહેતો હોવાથી ખેડૂતોને આર્થિક લાભ ઘણો સારો મળે છે. બાગાયતી પાકો અપનાવનારા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓને ડિજિટલ માધ્યમથી આર્થિક સહાય કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં હંમેશા ઓછો વરસાદ પડે છે. જેના લીધે વધુ પાણીની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર મુશ્કેલીભર્યું છે. આવી ઘણી બધી વિષમતાઓને જોતા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાની આસપાસના ખેડૂતોના લાભાર્થે રોકડિયા પાકો માટે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. જેના થકી એકમ વિસ્તાર દીઠ આવકમાં વૃદ્ધિ, રોજગારીની તકોમાં વૃદ્ધિ,પર્યાવરણને અનુકુળ, પોષણલક્ષી આહાર અને નિકાસલક્ષી વળતરની ખાતરી મળે છે. આજે સમગ્ર દુનિયામાં કૃષિક્ષેત્રે ક્રાંતિ આવી છે, દેશમાં પણ કૃષિ બજાર પ્રગતિના પંથે ગતિશીલ છે. તેવામાં કચ્છ જેવા શુષ્ક પ્રદેશ માટે બાગાયત કૃષિ અત્યંત મહત્વનુ સ્થાન ધરાવે છે. કચ્છની કેસર કેરી હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છનું આગવું સ્થાન ઉભુ થયું છે. તેવામાં ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી ખેતી અપનાવનારા ખેડૂતો મબલખ કમાણીના દ્વાર ખોલી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!