GUJARATNARMADATILAKWADA

તિલકવાડા ના મોરયા ખાતે તાલુકા કક્ષાએ 75 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા ના મોરયા ખાતે તાલુકા કક્ષાએ 75 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધ્વજ ફરકાવી 75 પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વસિમ મેમણ / તિલકવાડા

ઉલ્લેખનીય છે કે 26 મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને દેશના બંધારણ ને લાગુ કરવા માટે આ ખાસ દિવસની પસંદગી કરવામાં આવી અને 26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યાર થિ દર વર્ષે 26 જાન્યુઆરી ના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ 75 માં પ્રજાસત્તાક દિવસે સમગ્ર દેશ માં આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે તિલકવાડા ના મોરયા ખાતે મામલતદાર પ્રતીક સંઘાડા ના હસ્તે ધ્વજ ફરકાવી તાલુકા કક્ષાએ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, સમગ્ર દેશ માં આ પર્વ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે, 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે લખવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું એટલે 26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યાંરથી દર વર્ષે 26 જાન્યુઆરી ના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની નર્મદા જિલ્લા અને તિલકવાડા તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમા પણ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા તાલુકાના મોરિયા ખાતે તાલુકા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી તિલકવાડા મામલતદાર પ્રતિક સંઘાડા ના હસ્તે ધ્વજ ફરકાવી સલામી અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન તાલુકાની વિવિધ શાળા ના વિદ્યાર્થીઓએ પરંપરિક અને સાંસ્કૃતિક લોક નૃત્ય રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા, ત્યાર બાદ શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકો / વયો વૃદ્ધ મતદાતા / યુવા મતદાતા અને ચૂંટણીલક્ષી કામગીરી કરતા બુથ લેવલ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોગ્યકર્મીઓ દ્વારા રક્તપિત જાગૃતિ અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌ પ્રજાજનોને પ્રતિજ્ઞા લીધી હતી, કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવા માટે સંદેશો પાઠવી આન બાન અને શાન થિ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!