છાપી વેપારી મંડળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ
29 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા પાલનપુર જિલ્લા બ્યુરો
છાપી વેપારી મંડળની તૃતીય (ત્રીજી) વાર્ષિક સાધારણ સભા વેપારી મહામંડળ, બનાસકાંઠા પ્રમુખ શિવરામ ભાઈ આઈ.પટેલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.જેમાં શ્રી સુભાષભાઈ શાહ કન્સલ્ટન્ટ, G.S.T.-IT, પાલનપુર પૂર્વ ચેરમેનશ્રી, બનાસકાંઠા મર્કેન્ટાઈલ બેંક પુષ્કરભાઈ પટેલ , બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ડિરેક્ટર કે.પી.ચૌધરી, પી.એસ. પટેલ ફુડ સેફ્ટી ઓફીસર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જયેશભાઈ એમ. મહેશ્વરી ચેરમેનશ્રી, છાપી નાગરીક સહકારી બેંક એ સ્વાગત પ્રવચન કર્યું હતું. સુરેશભાઈ એમ. પ્રજાપતિ વાઈસ ચેરમેનશ્રી, છાપી નાગરીક સહ. બેંક ઘેમરભાઈ એલ. મોર પૂર્વ સરપંચશ્રી, છાપી એ વેપારી મંડળ ની પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.પોપટલાલ એચ. મહેશ્વરી ઉપપ્રમુખ, રજનીભાઈ પી. પટેલ સમીરભાઈ આઈ. શેલીયાઅધ્યક્ષ,પંકજભાઈ સી. શાહમંત્રી રવિભાઈ કે. મહેશ્વરી, ભેમજીભાઈ એમ. ચૌધરી સહિત છાપી વેપારી મંડળ, પદાધિકારીઓ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.