GUJARATNARMADATILAKWADA

તિલકવાડા તાલુકામાં ધનવંતરી આરોગ્ય યોજના શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી

તિલકવાડા તાલુકામાં ધનવંતરી આરોગ્ય યોજના શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી

વસિમ મેમણ : નર્મદા

ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે અનેક પ્રકારના આયોજન પણ કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર તરફથી ધનવંતરી આરોગ્ય રથ યોજના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર વિશાલ વસાવા અને EMRI GREEN HEALTH SERVICES ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ચેતન જાદવ કામ ગીરી બજાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત આરોગ્ય કર્મીઓ શ્રમિકો જ્યાં કામગીરી કરતા હોય છે ત્યાં ગાડી લઈ પહોંચી તેઓનું આરોગ્ય લક્ષી ચકાસણી કરીને તેઓને વિના મૂલ્ય તમામ સારવાર પૂરી પાડવામાં આવતી હોય

આ યોજના અંતર્ગત તિલકવાડા તાલુકામાં પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન નાંદોદ ના ધારા સભ્ય દર્શનાબેન દેશમુખના હસતે કરવામાં આવ્યું હતું. આ યોજના દ્વારા તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જ્યાં બાંધકામની કામગીરી ચાલતી હોય ત્યાં આરોગ્ય કર્મીઓ એમ્બ્યુલન્સ લઈ પહોંચી શ્રમિકોનું આરોગ્ય લક્ષી ચકાસણી કરતા હોય છે અને સ્થળ પર જ તેઓને વિના મૂલ્યે દવા ગોળી આપી નિદાન કરવામાં આવે છે. તિલકવાડા તાલુકામાં આ યોજનાની શરૂઆત થયા ને એક વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક વર્ષ દરમિયાન 25000 થી વધુ શ્રમિકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. ત્યારે આ યોજનાને એક વર્ષ પૂર્ણ થતા આજ રોજ ધનવંતરી રથ માં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓ દ્વારા તિલકવાડા નજીક બાંધકામ સ્થળ પર પહોંચી શ્રમિકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને નાના બાળકોને કેક ખવડાવી બાળકો માં મોઢા પર સ્મિત લાવવા માટે પ્રયાસ કરી ખુબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!