GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અન્વયે તાલુકાકક્ષાનું વાલી સંમેલન યોજાયું

વઢવાણ તાલુકાના ૩૪૦ વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ

તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ તાલુકાના ૩૪૦ વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ અન્વયે મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓના વાલીઓનું તાલુકાકક્ષાનું વાલી સંમેલન સ્વામિનારાયણ ગુરૂકૂળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સ, રતનપર માળોદ રોડ, રતનપર ખાતે યોજાયું હતું રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજયના ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની લેવાયેલી ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)’ ૨૦૨૫ પરીક્ષાનું પરિણામ તા.૦૭/૦૪/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા માટે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને સ્કીમ(શાળા) ચોઇસ ફીલીંગની પ્રક્રિયા રાજય સરકાર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવનાર છે જે માટે રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં વઢવાણ તાલુકાના ૩૪૦ વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ થયો છે CET પ્રવેશ પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી બને તેમજ વાલી અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન ઉદ્દભવે તેવાં શુભઆશયથી તાલુકા કક્ષાએ પ્રોવિઝનલ મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના વાલીઓના કાઉન્સેલીંગ માટે બી.આર.સી. વઢવાણ/સુરેન્દ્રનગરની કચેરી દ્વારા વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૩૦૦ જેટલાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાલી સંમલનમાં વિદ્યાર્થીઓને મેરીટના આધારે રાજય સરકારશ્રીની વિવિધ સ્કીમનો યોગ્ય લાભ મળી રહે તે માટે તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટરશઅને જિલ્લાના CET નોડલ ઓફિસર નરેશભાઇ બદ્રેશિયા દ્વારા તમામ વાલીઓને રાજય સરકારની CET મેરીટીના આધારે મળનાર વિવિધ લાભો(સ્કીમ)ની માહિતી પ્રેઝેન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. તેમજ વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટસ રજુ કરવા, તે કયાંથી મળશે? ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન શું-શું કાળજી રાખવી તેમજ યોજનાકીય વિવિધ માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી હતી આ તાલુકા વાલી સંમેલનમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અર્થે તાલુકાના તમામ સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સના મેનેજીંગ ટ્રસ્ટી ઇન્દ્રસિંહ ઝાલા, સ્વામિનારાયણ ગુરૂકૂળ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સના પરમ પૂજય સ્વામી આનંદપ્રિયજી સ્વામી અને સંસ્થાના ટ્રસ્ટી ચંદુભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!