GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અંગે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ નવેમ્બર : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે અટલ ભૂજલ યોજનાના કચ્છ જિલ્લામાં અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઈ હતી. પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, અધિક્ષક ઈજનેરશ્રી કચ્છ સિંચાઈ વર્તુળ, નોડલ અધિકારીશ્રી ડી.પી.એમ.યુ કચ્છ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ અટલ ભૂજલ યોજનાના અમલીકરણ બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.આ સમીક્ષા બેઠકમાં ડબ્લ્યુ.એસ.પી અંતર્ગત સૂચવવામાં આવેલા જળ સંચયના કામો, ત યોજનાનો ગ્રામ્યસ્તરે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન બાબતે યોજનાકીય પ્રચાર પ્રસાર, ખેડૂતો દ્વારા અપનાવેલી સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, ભૂગર્ભ જળ રિચાર્જ કામગીરી વગેરે વિગતો પાણી પુરવઠા મંત્રીશ્રીએ મેળવી હતી. વધુમાં આ યોજના અંતર્ગત અટલ ભૂજલ યોજનાના અમલીકરણ વિસ્તારમાં સમાન પ્રકારે કામગીરી વધુ સારી રીતે હાથ કેવી રીતે ધરી શકાય તેનું માર્ગદર્શન પાણી પુરવઠા મંત્રીશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું તેમ નોડલ અધિકારીશ્રી ડી.પી.એમ.યુ., અટલ ભૂજલ યોજના અને કાર્યપાલક ઈજનેરશ્રી, જળ સંપત્તિ સંશોધન વિભાગ, ભુજ – કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!